Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
અભ્યાસી, પંડિતવર્યશ્રી પનાલાલભાઇના કૃપાપાત્ર શ્રીસૂર્યવદનભાઈ છે. જેઓએ આ ચોવીશીના ૧ થી ૧૪ સ્તવનોનું ચિંતનપૂર્વકનું વિવેચન કરેલ છે. જેમાં દ્રવ્યાનુયોગના ગંભીર પદાર્થોનું રહસ્ય પ્રગટ કરી, ચોવીશીને મહિમાવંત બનાવી છે. તેઓ સરળતાથી અને સહજતાથી આ કાર્યમાં જોડાયા છે, સહયોગી બન્યા છે. ખરેખર તેઓ પૂજ્યશ્રીના પ્રેમી છે, આદર પાત્ર છે અને અધ્યાત્મના અભ્યાસી છે. હું તેમના કાર્યની અનુમોદના-પ્રશંસા કરૂ છું.
હવે આ યજ્ઞમાં એથીયે અદકેરા ભાઈશ્રી ગુણવંતભાઈ છે, કે જેઓ અધ્યાત્મના રંગે રંગાયેલા ઊંડા ચિંતક અને સાધક છે. જેઓ સરળ અને શાન્ત છે. મારા જુના ખાસ પરિચિત મિત્ર છે. જ્ઞાન અને અધ્યાત્મના ક્ષેત્રે ઊંચાગજાનો આત્મા છે. સાધના દ્વારા સિદ્ધિના સોપાન જેમણે સર કર્યા છે; તેમનો પરિચય ૨૨મા શ્રી નેમિનાથ ભગવંતના સ્તવનમાં કરેલ રહસ્યમય વિવેચન દ્વારા થયા વિના રહેતો નથી. તેમનું સુંદર, ઉત્તમ, ગહન વિવેચન વાંચવું એ જીવનનું સૌભાગ્ય બની રહે તેમ છે. તેથી તેમની અનુમોદના કર્યા વિના રહી શકાય તેમ નથી. અમારી ગોડીજી પાઠશાળાના પરિવારના હોવાથી તેમને મારા અંતરના આશીર્વાદ પાઠવું છું. તેઓ આગળ જઈને વધુ ને વધુ આત્માની ઉજ્જવળતાને વરે તેવી શુભકામના વ્યક્ત કરુ છું
આજના કાળમાં આવા ઉત્તમ શ્રાવકો અને સાધકો મળવા દુર્લભ છે. પૂજ્યશ્રીએ તેમને બરાબર પારખીને આ કાર્યમાં જોડ્યા છે; તે બદલ ખૂબ હર્ષવિભોર થઈ જવાય છે.'
. અંતમાં આ જ્ઞાનયજ્ઞમાં સામેલ થનારા પૂજ્ય સાધ્વીજી શ્રીનંદીયશાશ્રીજી છે. - જેઓ ઘણાજ વિનીત છે, સરળ છે, અભ્યાસી છે. જેમણે ૨૩મા શ્રી પાર્શ્વપ્રભુજીના
સ્તવનનું શ્રેષ્ઠ વિવેચન કરી પોતાના જ્ઞાન-ધ્યાનના અભ્યાસને પ્રકાશ્યો છે. તેઓશ્રી સાધ્વીજી જગતનું નવલું નજરાણું છે. અમારી ગોડીજી પાઠશાળાના એક એ વખતના તેઓ વિદ્યાર્થીની હતા, તેથી અમારા માટે તો તેઓ ગૌરવસમા છે.
જૈન શ્વેતાંબર આમ્નાયમાં, એક નવીજ ભાત ઉપસાવનાર આ મહાકાય, વિશાળ, દળદાર ગ્રંથ ઉત્તમ અને ગૌરવવંતો બને, જૈન શાસનમાં ઝળહળતો રહે, અનેકાનેક ભવ્યાત્માઓને અધ્યાત્મના દ્વાર ખોલી આપી પ્રેરણા આપતો રહે તેમજ પરમપદનાપંથે પ્રયાણ કરવામાં દીવાદાંડી સમાન નીવડે; એવીજ એક શુભભાવના.
પંડિત પુનમચંદ કે. શાહ તુલસી ટાવર, ૧૭૦૨, બી-વીંગ, સીટી સેન્ટરની પાછળ,
એસ.વી.રોડ, ગોરેગામ, મુંબઈ - ૪૦૦ ૦૬૨. ફોન : ૨૮૭૨ ૧૬૯૭