Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
આ આનંદઘન ચોવીશી ને ખૂબજ ઊંચાઈ ઉપર લાવીને તેને યથાયોગ્ય સ્થાન આપેલ છે અને તેના દ્વારા જૈનજગતમાં એક નવા જ પ્રકારની કેડી કંડારી છે. આનંદઘન ચોવીશીને રોશન કરી છે, તે બદલ પૂજ્યશ્રીની હું ભૂરિભૂરિ અનામોદના કરૂ છું, વંદુ છું અને અભિનંદુ છું !
આજ પર્યત થયેલ આ વિષયના વિવેચનોમાં પૂજ્યશ્રી એ કરેલ વિવેચને જૈનજગતમાં તેમજ ચોવીશી સાહિત્યમાં અનેરી ભાત પાડેલ છે તે નિર્વિવાદ હકીકત છે. આ ચોવીશીમાં પૂજ્યશ્રીએ સ્તવન ૧૫ થી ૨૧ તેમજ ૨૪મા સ્તવનનું વિવેચન ઉત્કૃષ્ટ પ્રજ્ઞાથી અને ઉત્તમ અનુપ્રેક્ષા દ્વારા કર્યું છે; તે મેં અનુભવ્યું છે.
પ્રસ્તુત ગ્રંથમાં શ્રુતસાગરનું મંથન કરી અનેક ચિંતન રત્નો ઠાલવવામાં આવ્યા છે, મનનના મોતીઓ ઠેરઠેર વેરવામાં આવ્યાં છે. તે તેમના આજ સુધીના જીવન દરમ્યાન કરેલ સ્વાધ્યાય, સાધના, સંશોધન અને સ્વાનુભવનું દર્શન કરાવે છે. અગર તો તેનું જ આ પરિણામ છે એમ કહેવામાં આવે તો તે ખોટું નહિ કહેવાય.
પૂજ્યશ્રી આજના સમયના નૂતન આનંદઘન અવતાર સમાન છે. સ્તવનોમાં પૂજ્યશ્રીએ આનંદઘનજીના ભાવોને જાણ્યા અને માણ્યા છે અને તે ભાવોને અધિકાધિક પામવા માટેની જે મથામણ કરી છે તે જોતાં પૂજ્યશ્રીને આ વિષયમાં જે રસ અને તલ્લીનતા છે, જે ઉત્સાહ અને ઉલ્લાસ છે, જે ખંત અને મહેનત છે, જે પ્રયત્ન અને પ્રયાસ છે તે આજે સફળ થયો છે તે હકીકત છે એમ મને લાગે છે અને આ છે તેમની ખરેખરી સ્વાધ્યાય અને સાધનાની સિદ્ધિ.
આ પૂર્વે પણ પૂજ્યશ્રીએ આનંદઘન પદ સંગ્રહ પણ “પરમપદદાયી આનંદઘન પદરેહ” શિર્ષકથી પ્રકાશિત કરેલ છે જે તેમના આનંદઘનજી પ્રત્યેના ભક્તિભાવનું ઘાતક છે અને તેમના અનુરાગનું જ કારણ છે. આનંદઘનજી તેમના પ્રીતિપાત્ર છે અને ભક્તિનું ભાજન છે.
પૂજ્ય પંન્યાસજી જેવા જ્ઞાની છે તેવા જ ઉદાર પણ છે તે વાત આ સ્તવન ચોવીશીના તેમના સહયોગીઓ દ્વારા જાણવા મળે છે. તેઓ મહાત્મા છે, જ્ઞાની છે છતાં યોગ્ય અભ્યાસીઓનો યોગ્ય રીતે સહયોગ લઈને આ સ્તવન ચોવીશીને ઊંડા અને ઊંચા ચિંતનો આપી ગૌરવવંતી બનાવી શકે તેવી વ્યક્તિઓને આ જ્ઞાનયજ્ઞમાં સમાવીને-સામેલ કરીને તેમની ઉદારતાનો અને ઉત્તમતાનો સાચો પરિચય આપ્યો છે.
તેમના જ્ઞાનયોગ અને જ્ઞાનયજ્ઞના પરિવારજનો, પૈકી એવા જ એક વિદ્વાન