Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
સુવિહિત વ્યવસ્થાની જ સુરક્ષા થયેલી જોવા મળશે. (અહીં તે તે સંમેલનના ઠરાવોની યાદી મૂકીએ છીએ. સમગ્ર ઠરાવ પરિશિષ્ટ-૧માં મૂકવામાં આવેલ છે. તેમાં શ્રીતપાગચ્છના કયા કયા પૂજ્યોની સહીઓ છે તે અને બાકીની આનુષંગિક માહિતી જાણવા મળશે.)
(A) વિ.સં. ૧૯૭૬ના મુનિસંમેલનમાં દેવદ્રવ્ય અંગે થયેલા ઠરાવો ઃ(૧) શાસ્ત્ર (સાક્ષાત્-અનંતર અને પરંપરા રૂપ શાસ્ત્ર) વિના કોઈ પણ જાતની સિદ્ધિ થતી જ નથી.
(૨) જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપાને માનનારને જિનચૈત્યની, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે.
(૩) શાસ્ત્રોક્ત રીતિએ દેવદ્રવ્યની વ્યાજ વગેરે દ્વારા વૃદ્ધિ અને રક્ષા કરવી એ શ્રાવકોનું મુખ્ય કાર્યોમાંનું એક કાર્ય છે, અરે ! સંસારથી પાર ઉતરવાનો તે એક માર્ગ છે.
(૪) જૈનથી પણ ન થાય તેવાં પાપકાર્યોમાં દેવદ્રવ્યનો વ્યય થતો નથી. (૫) પાંચ-સાત મુખ્ય સ્થાનો સિવાયનાં સ્થળોએ દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય એ ઉભયની એક સરખી જરૂરત છે.
(૬) દેવદ્રવ્યની જે જે આવકો મકાનના ભાડા દ્વારાએ, વ્યાજ દ્વારાએ, પૂજા-આરતી-મંગલદીવો વગેરે વગેરેના ચઢાવા દ્વારાએ થતી હોય, તે તે રસ્તાઓને બંધ કરવાનું ફળ શાસ્ત્રકારો સંસાર પરિભ્રમણ કહે છે.
(૭) માલોઘાટન-પરિધાપનિકામોચન અને પૂંછનકરણ વગેરેમાં ચઢાવાથી કાર્ય કરવાની રીતિ સેંકડો વર્ષ પહેલાંથી ચાલી આવતી શાસ્ત્રમાં કહેલી છે. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જ માળા પહેરવી વગેરે કાર્યો વિવેકીઓએ કરવાં જોઈએ એમ શાસ્ત્રકારો કહે છે અને તેથી