Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૧૯ ઉછામણીની રકમ કલ્પિત દેવદ્રવ્યમાં માનતા જ નહોતા. તદુપરાંત, સં. ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪ના સંમેલનના ઠરાવોમાં તેઓશ્રીની કે તેમના વતી અન્ય મહાત્માની સહી પણ છે. તેના ઉપરથી પણ તેમની માન્યતા શું હતી તે સ્પષ્ટ જ છે.
(૨) તદુપરાંત, તેઓશ્રીની “ચૈત્યદ્રવ્ય યાને દેવદ્રવ્ય” આ પુસ્તકમાં તેમની દેવદ્રવ્ય' અંગેની માન્યતા વાંચી લેવા ભલામણ છે.
(૩) “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકમાં જે “આગમ મંદિરના બંધારણનો મુદ્દો તેઓના નામે ઉપસ્થિત કરાયો છે, તેમાં પણ () (ત્યાં લખેલા) બંધારણના શબ્દો જોતાં તેવું બંધારણ ક્યારેય હોઈ શકે નહીં. (ii) દેવદ્રવ્યના ત્રણ પ્રકારની વ્યાખ્યા અને તેના ઉપયોગની વિગત સંબોધ પ્રકરણ મુજબ નથી અને (ii) ત્યાં કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યામાં “બોલી શબ્દ છે, પણ ત્યાં કઈ બોલી વિવલિત છે, તે સ્પષ્ટ બનતું નથી.
(૪) આથી – () તેઓના “ચૈત્યદ્રવ્ય યાને દેવદ્રવ્ય' પુસ્તકની વાતો, (ii) આગમજ્યોતનું સ્વપ્નદ્રવ્ય અંગેનું લખાણ, (ii) પૂર્વનિર્દિષ્ટ સંમેલનોમાં સક્રિય હાજરી અને અંતે ઠરાવોમાં સહી અને (iv) શ્રી સાગર સમુદાયના મહાત્માઓ દ્વારા પ્રકાશિત પુસ્તકો : આ સર્વે સાધનો - આલંબનો નિહાળતાં એમ સ્પષ્ટ કહી શકાય કે, “પૂ. સાગરજી મ.સા.ની માન્યતા સ્વપ્નાદિકની ઉછામણીની રકમને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાની હતી,” આવું કહેવું એ સત્યથી વેગળી વાત છે. જો કે, ધા.વ.વિ.ના લેખકશ્રીએ પોતાની તરફેણમાં લેવા માટે શાસ્ત્રકારોને અને પોતાના પૂ. વડીલોને પણ છોડ્યા નથી. બધાને અડફેટમાં લીધા છે અને એ વખતે એમના વિધાનો તથા પોતાના જ જુના પુસ્તકોના વિધાનોને જોવાની પણ દરકાર રાખી નથી.
(પ) આથી પૂ. સાગરજી મ.સા.ની ઉછામણીની રકમને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવામાં સંમતિ હતી, એવું કોઈએ માનવું નહીં અને અમારી વાતમાં કોઈને શ્રદ્ધા ન બેસતી હોય તો “સાગર સમુદાયના