Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પરિશિષ્ટ-૧૬ પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવરની
દેવદ્રવ્યાદિ સંબંધી માન્યતા
(આધાર: “ધર્મદ્રવ્યવ્યવસ્થા” પુસ્તક-પ્રકાશન વર્ષ-વિ.સં. ૨૦૨૨)
[નોંધ - પૂ.ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવરે વિ.સં. ૧૯૯૦ અને ૨૦૧૪નાસંમેલનમાં થયેલા ઠરાવોને અનુસરીને ધર્મદ્રવ્ય-વ્યવસ્થા” લખ્યું હતું. તેના આધારે શ્રીસંઘોમાં ધાર્મિક દ્રવ્યનો વહીવટ ચાલતો હતો. તે પુસ્તકમાંથી જરૂરીયાતો સંકલિત કરી અહીં આપેલી છે].
સાતક્ષેત્રનું વિવરણઃ ૧. જિનપ્રતિમા, ૨. જિનમંદિર, ૩. સમ્યજ્ઞાન, ૪. સાધુ, પ. સાધ્વી, ૬. શ્રાવક, ૭. શ્રાવિકા.
જિનપ્રતિમા - જિનપ્રતિમાની પૂજા માટે કોઈ પણ વ્યક્તિએ ભક્તિથી જે દ્રવ્ય અર્પણ કર્યું હોય, તે પ્રતિમાજીનું અંગપૂજાનું દેવદ્રવ્ય કહેવાય છે.
આદ્રવ્યનો ઉપયોગઃ નવી પ્રતિમાજી મહારાજ આ દ્રવ્યથી ભરાવી શકાય, લેપ કરાવી શકાય, આંગી બનાવી શકાય, પ્રભુને ચક્ષુ-ટીકા અથવા પ્રતિમાજીના જ રક્ષણ માટેના બધા જ ખર્ચમાં વાપરી શકાય, આ ખાતાનું દ્રવ્ય બીજા કોઈ ખાતામાં વાપરી શકાય નહિ. પ્રભુ પ્રતિમાના કાર્યમાં જ ખરચી શકાય.
૨. જિનમંદિર - આ દ્રવ્ય પણ દેવદ્રવ્ય જ છે. ૧. ચ્યવન કલ્યાણક સ્વપ્નની બોલી (ચઢાવાના), ૨. જન્મ પારણાના ચઢાવા, ૩. દીક્ષા, ૪. કેવળજ્ઞાન અને ૫. મોક્ષ, આ પાંચ કલ્યાણક નિમિત્તે દહેરાસર ઉપાશ્રય યા બીજા કોઈપણ જગ્યાએ પ્રભુભક્તિ નિમિત્તે ઉછામણી કે બોલી હોય એ બધું જ દેવદ્રવ્ય ગણાય છે.
-પ્રભુ પૂજા, આરતિ, મંગળદીવો, સુપના, પારણું, અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવ, ઉપધાનમાં નાણનો નકરો, ઉપધાનની માળ, તીર્થમાળ, ઈન્દ્રમાળ આદિ બધી જ બોલીઓ તીર્થકર ભગવાનને આશ્રયીને બોલાય છે. માટે બધું જ