Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૪૨૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
भक्खणं देवदव्वस्स परत्थीगमणेण च । सत्तमं णरयं जंति सत्त वाराओ गोयमा ! ॥
- હે ગૌતમ! જે દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે અને પરસ્ત્રીગમન કરે છે, તે સાત વાર સાતમી નરકમાં જાય છે.
શ્રી શત્રુંજય માહાભ્યમાં કહ્યું છે કેदेवद्रव्यं गुरुद्रव्यं दहेदासप्तमं कुलम् । अङ्गालमिव तत् स्पष्टुं युज्यते नहि धीमताम् ॥
– દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યનું ભક્ષણ સાત કુળનો નાશ કરે છે. તેથી બુદ્ધિમાન પુરુષે એને અંગારા તુલ્ય જાણીને સ્પર્શ પણ કરવો નહિ.
दारिद्द-कुंलुप्पत्ती दारिद्दभावं च कुट्ठरोगाइ। बहुजणधिक्कारं तह, अवण्णवायं च दोहग्गं ॥ तण्हा छुहामि भूई घायण-बाहण-विचुण्णतीय । एआइ-असुह फलाई बीसीअइ भुंजमाणो सो ॥
-દેવદ્રવ્યાદિના ભક્ષણાદિથી દરિદ્રકુળમાં ઉત્પત્તિ, દરિદ્રપણું, કોઢ-રોગાદિ, બહુ લોકોમાં ધિક્કાર પાત્ર, નિંદા, દૌર્ભાગ્ય, તૃષ્ણા, ભૂખ, ઘાત, ભાર વેઢારવો, પ્રહારાદિ અશુભ ફળોને ભોગવતાં તે જીવ ખૂબ દુઃખી થાય છે.
- ઉપદેશ-સપ્તતિકાનાં પાંચમાં અધિકારમાં કહ્યું છે કે - ज्ञानद्रव्यं यतोऽकल्प्यं देव-द्रव्यवदुच्यते । साधारणमपि द्रव्यं कल्पते सङ्घ-सम्मतम् ॥ एकत्रैव स्थानके देवरिक्तं क्षेत्र-द्वय्यामेव तु ज्ञानरिक्तम् । सप्तक्षेत्र्यामेव तु स्थापनीयं, श्रीसिद्धान्तो जैन एवं ब्रवीति ॥
– દેવદ્રવ્યની જેમ જ જ્ઞાનદ્રવ્ય પણ અકલ્પનીય કહેવાય છે. સાધારણ દ્રવ્ય પણ સંઘની સંમતિ હોય તો સાતક્ષેત્રોમાં કામમાં આવે છે. દેવદ્રવ્ય એક ક્ષેત્રમાં વપરાય છે. જ્ઞાનદ્રવ્ય ઉપરના બે ક્ષેત્રોમાં પણ કામમાં આવે છે. સાધારણ દ્રવ્ય સાતે ક્ષેત્રોમાં કામમાં આવે છે. એમ સિદ્ધાન્તમાં કહ્યું છે.