Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 489
________________ ૪૩૪ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ગઇ પતવેત્નપતિ જ્ઞાતિપ્રતિવયથા (પત્રાંક ૨૨ની દ્વિતીયા પુંઠી) तथा-नाणकपूजा गुरो क्वास्ति ? इति प्रश्नोत्तरम्-कुमारपालेन राज्ञा श्री हेमचार्याणां पूजा सुवर्णकमलैः प्रत्यहं क्रियते स्म इति कुमारपालप्रबन्धादौ प्रोक्तमस्ति, तदनुसारेण नाणकपूजाऽपि साम्प्रतं क्रियमाणा दृश्यते, तेषामपि धातुमयत्वात् । तथाऽत्र वृद्धवादोऽपि । "श्री सुमतिसाधुसूरीणां वारके माण्डवाचलदुर्गे मल्लिक श्री जाफराभिधानेन (श्राद्धादिसंसर्गाज्जैनधर्माभिमुखेन) सुवर्णटङ्ककैः गीतार्थानां पूजा कृता" इति ॥३॥ (શ્રાદ્ધાદિસંસર્ગત આદિ કૌંસમાંના શબ્દો શ્રી દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં છે.) - પરમ પૂજ્યાદ આચાર્યપ્રવર શ્રી સુમતિસાધુસૂરીશ્વરજી મહારાજશ્રીના સમયે શ્રી માંડવગઢમાં શ્રાવકોના પરિચયથી જૈનધર્માભિમુખ અર્થાત્ જૈનધર્મ પ્રત્યે આદર પ્રીતિવાળા થવાથી શ્રી જાફર નામના મલ્લિક બાદશાહે સુવર્ણટંકો એટલે સુવર્ણમુદ્રાઓથી પરમ પૂજયપાદ ગીતાર્થ ગુરુ-મહારાજાઓની પૂજા કરી હતી. - પરમ પૂજ્યપાદ આચાર્ય શ્રી જીવદેવસૂરીશ્વરજી મહારાજની પૂજાને માટે પરમ અહોભાવથી શ્રી મલ્લ નામના શ્રેષ્ઠિવર્ષે અર્ધલક્ષદ્રવ્ય અર્થાત્ પચાસ હજાર (૫૦૦00) દ્રવ્ય આપ્યું. તે દ્રવ્યથી પરમ પૂજ્યપાદ આચાર્ય પ્રવરશ્રીએ શ્રી જિનેન્દ્રપ્રસાદ આદિ કરાવ્યા હતા. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ આદિ તારક ગુરુવર્યોના પવિત્ર સંયમબળથી આકર્ષાઈને અનેક રાજા, મહારાજાઓ, યવનબાદશાહો અને શાહ સોદાગર શ્રેષ્ઠિવર્યોએ પ.પૂ. ગુરુવર્યોના પવિત્ર ચરણોમાં લાખ્ખો ક્રોડો સુવર્ણમુદ્રાઓ ધરીને અંગૂઠે વાસચૂર્ણથી ગુરુ પૂજન કરેલ. તે સર્વસ્વ સુવર્ણમુદ્રાદિ દ્રવ્ય પૂ. સાધુ-સાધ્વીના વૈયાવચ્ચ ખાતામાં કે સાધારણ ખાતામાં ન અપાવતાં સર્વે ગુરુવર્યોએ તે ગુરુપૂજનનું સર્વસ્વદ્રવ્ય જીર્ણ જિનાલયોના જીર્ણોદ્ધારમાં અને નૂતન જિનાલયોના નિર્માણમાં સુવિનિયોગ કરવા માટે સુશ્રાવકોએ સંભળાવેલ.

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506