Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 500
________________ પરિશિષ્ટ-૨૨ : સેનપ્રશ્નનું દેવદ્રવ્યાદિ અંગે માર્ગદર્શન (A) तथा-आचार्योपाध्यायप्रज्ञांशपादुका जिनगृहे मण्डितास्सन्ति, जिनप्रतिमापूजार्थमानीतश्रीखंडकेशरपुष्पादिभ्यस्तासामर्चनं क्रियते नवा इति प्रश्नोऽत्रोत्तरंमुख्यवृत्त्योपाध्यायप्रज्ञांशपादुकाकरणविधिः परम्परया ज्ञातो नास्ति, सर्वत्र प्राप्ताचार्यस्य पादुकाकरणविधिस्त्वस्ति, ततो जिनपूजार्थश्रीखंडादिभिस्तत्पादुका न पूज्यते, देवद्रव्यत्वात् तथा श्रीखण्डादिकं साधारणं भवति, तेनापि प्रतिमां पूजयित्वा पादूका पूज्यते, परं पादुकामर्चयित्वा प्रतिमा नाय॑ते, રેવાાતિનામયાવિતિ રૂ-શરૂમા અર્થ પ્રશ્ન : આચાર્ય, ઉપાધ્યાય અને પંન્યાસોના પગલા દેરાસરમાં પધરાવેલા હોય છે, તેની જિનપૂજા માટેના ચંદન, કેસર અને ફૂલો વગેરેથી પૂજા કરી શકાય? કે નહિ? ઉત્તર : મુખ્ય વિધિએ ઉપાધ્યાય અને પંન્યાસોના પગલા કરવાની રીત પરંપરાએ જાણેલ નથી, પણ સ્વર્ગવાસી થયેલ આચાર્યના પગલા કરવાની રીત છે. તેથી જિનપૂજા માટે લાવેલ ચંદન વગેરેથી તેમના પગલાની પૂજા થાય નહિ. કેમ કે, તે દેવદ્રવ્ય છે અને જો ચંદન વગેરે સાધારણ દ્રવ્યનું હોય, તો તેનાથી પ્રભુપ્રતિમાની પૂજા કર્યા પછી પગલાની પૂજા કરવી જોઈએ. પરંતુ પહેલાં પગલાની અને પછી પ્રભુપ્રતિમાની, તે દ્રવ્યથી પૂજા કરવામાં આવે, તો પ્રભુની આશાતના થાય છે. માટે તેમ ન કરવું. ૩-૧૩૦ ટિપ્પણી:- (૧) એક સ્થળે સેનપ્રશ્નના પૂર્વોક્ત પ્રશ્નોત્તરના નામે દેવદ્રવ્યથી કેશર-સુખડ-ફુલ વગેરે લાવી શકાય એવું વિધાન કર્યું છે અને સેનપ્રશ્નના રચનાકાળે કેશરાદિ દેવદ્રવ્યમાંથી મુખ્યમાર્ગે લવાતા હશે- એવું વિધાન કર્યું છે. તે ઉચિત નથી. લોકોને ગેરમાર્ગે દોરનારું છે. (૨) પૂર્વોક્ત પ્રશ્નના ઉત્તરમાં જે “દેવદ્રવ્ય છે એ વાતને પકડીને પૂર્વોક્ત વિધાનો થયા છે. પરંતુ તે યોગ્ય નથી. કારણ કે, માત્ર જિનપૂજાના સંકલ્પથી અલગ કાઢેલું દ્રવ્ય પણ સંકલ્પિત દેવદ્રવ્ય બને છે. તે પૂર્વે જોયેલ છે. આમ તો તે દ્રવ્ય શ્રાવકનું પોતાનું જ છે. પરંતુ દેવપૂજાનો સંકલ્પ હોવાથી

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506