Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 503
________________ ४४८ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા व्यापारणीयं स्वल्पस्यापि देवद्रव्यभोगस्य सङ्काशसम्बन्धादिष्वतीवायतौ दुष्टविपाकजनकतया दर्शितत्वादिति ॥३-३७४॥ પ્રશ્નઃ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે શ્રાવકોથી તે દ્રવ્ય વ્યાજે રખાય? કે નહિ? અને રાખનારાઓને તે દૂષણરૂપ થાય? કે ભૂષણરૂપ થાય? ઉત્તર : શ્રાવકોએ દેવદ્રવ્ય વ્યાજે રાખવું યોગ્ય નથી, કેમ કે-નિઃશૂકપણું થઈ જાય, માટે વ્યાપાર વગેરેમાં વ્યાજે રાખી વાપરવું નહિ. “જો અલ્પપણ દેવદ્રવ્યનો ભોગ થઈ જાય તો સંકાશશ્રાવકની પેઠે ભવિષ્યકાલમાં અત્યંત દુષ્ટવિપાક આપે છે” એમ ગ્રંથમાં જોવામાં આવે છે. ll૩-૩૭૪ો (H) પ્રશ્નઃ કોઈ ગૃહસ્થ ઘર દેરાસરમાં અરિહંત મહારાજનાં આભૂષણો કરાવ્યા, કાલાન્તરે તે ગૃહસ્થ ઘરકામ આવી પડવાથી તે વાપરી નાંખે, તો કહ્યું? કે નહિ? ઉત્તરઃ જો દેવને માટે જ કરાવેલ આભૂષણો હોય તો વાપરી શકાય નહિ, પરંતુ સામાન્યથી કરાવ્યા હોય, તો વાપરવા કહ્યું છે, આ બાબતમાં પોતાનો જે અભિપ્રાય કરાવવા વખતે હોય, તે જ પ્રમાણ છે. ૩-૧૬ો. 4) પ્રશ્ન જ્ઞાનદ્રવ્ય દેવકાર્યમાં કામ લાગે કે નહિ? જો દેવકાર્યમાં ઉપયોગ થતો હોય, તો દેવપૂજામાં ઉપયોગ થાય? કે પ્રાસાદ વગેરેમાં થાય? ઉત્તર : “દેવદ્રવ્ય ફક્ત દેવના કાર્યમાં વપરાય અને જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં તથા દેવકાર્યમાં વપરાય અને સાધારણ દ્રવ્ય સાતેય ક્ષેત્રમાં કામ આવે” એમ જૈન સિદ્ધાંત છે. આવું ઉપદેશ સપ્તતિકામાં છેલ્લા ભાગમાં કહ્યું છે. માટે તે અનુસારે જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં અને દેવપૂજામાં તથા દેરાસરના કાર્ય વગેરેમાં ઉપયોગી થાય છે. ર-૨૨ની (0) પ્રશ્નઃદેવદ્રવ્યના અધિકારમાં “શ્રાવકોથી દેવદ્રવ્યની વૃદ્ધિ કેમ કરાય?” કેમકે, મવમવંતોના વંસતસંસારિક મraો-“જિનદ્રવ્યને ભક્ષણ કરનાર અનંત સંસારી થાય છે.” આ પ્રમાણે જાણતાં છતાં. બીજાને દેવદ્રવ્ય ધીરતા. તેઓની સંસારવૃદ્ધિમાં કારણ બને છે, વિષ કોઈને પણ વિકાર કર્યા વિના રહેતું નથી, પણ બધાને હાનિકર્તા થાય છે. અન્ય ગ્રંથમાં આલોયણના અધિકારમાં દેવદ્રવ્યભક્ષક ઉંદર વગેરેને પણ આપત્તિ બતાવી છે, માટે દેવદ્રવ્યની શી રીતિએ વૃદ્ધિ કરવી? ઉત્તરઃ મુખ્યવૃત્તિએ દેવદ્રવ્યના વિનાશમાં જ શ્રાવકોને દોષ થાય છે, પણ

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506