Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 496
________________ પરિશિષ્ટ-૨૦ ૪૪૧ માર્ગદર્શન કરાવ્યું છે. આટલું બધું વિસ્તારથી લખવાનો આશય એ જ છે કે, જે પૂ. સાગરજી મહારાજ સ્વપ્નદ્રવ્યની ઉપજને આ રીતે દેવદ્રવ્ય જ માનતા હતા, તો પછી પૂજા-આરતી-પંચકલ્યાણક આદિના ચડાવાની ઉપજને તો દેવદ્રવ્ય માનતા જ હોય, એમાં કોઈ સવાલને અવકાશ રહે છે ખરો? આ કારણે સંમેલને સુરત-આગમમંદિરનો ઠરાવ કલ્પિતદ્રવ્યની પોતાની મનઘડંત વ્યાખ્યાના સમર્થનમાં મૂકવા દ્વારા પૂ. સાગરજી મહારાજના નામને વટાવી ખાવાનો જે અક્ષમ્ય-અપરાધ કર્યો છે. એનાથી સકળસંઘને સાવધ રહેવાનો નમ્ર અનુરોધ છે. (૨) પૂ.સાગરજી મહારાજ તો “કલ્પિત દેવદ્રવ્યની એ જ વ્યાખ્યા માનતા હતા, જે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે “સંબોધપ્રકરણમાં કરી છે કે, મંદિર બંધાવનાર અથવા બીજા કોઈએ પૂજા વગેરે વ્યવસ્થા બરાબર થઈ શકે, એ માટે જે કંઈદ્રવ્ય આપ્યું હોય. એ કલ્પિત દેવદ્રવ્ય ગણાય અને આ દ્રવ્ય મંદિર સંબંધી બધા કાર્યોમાં વાપરી શકાય, આમાં બોલી-ચડાવા આદિનાદ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય ગણવાની કોઈ જ વાત નથી. પછી પૂ. સાગરજી મહારાજની આવી માન્યતા હોય, એ સંભવિત જ નથી. આ વાતની પુષ્ટિમાં થોડાક નીચેના પ્રમાણો અસ્થાને નહિ ગણાય. (૩) ૧૯૭૬ની સાલમાં ખંભાત મુકામે મુનિસંમેલન યોજાયું હતું. એમાં અનેક ગ્રંથોની સાથે સંબોધ-પ્રકરણના આધારે દેવદ્રવ્ય-વિષયક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયોમાં સ્પષ્ટ લખ્યું હતું કે, બોલી આદિનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય અને એ જિનમૂર્તિ-જિનમંદિર સિવાય બીજે વપરાય નહિ. આ નિર્ણયોની નીચે પૂ. સાગરજી મહારાજની પણ સહી આજે જોવી હોય, તો શાસનકંટકોદ્ધારક શ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજનું શ્રી નરેન્દ્રસાગરસૂરિ મહારાજે લખેલું જીવનચરિત્ર જોઈ લેવું. એમાં ઠેરઠેર શાસનકંટકોદ્ધારકશ્રીએ સ્વપ્નદ્રવ્યને દેવદ્રવ્યમાં લઈ જવાના કરાવેલા ઠરાવોની નોંધ પણ છે તેમજ દેવદ્રવ્યની રક્ષા અંગે લખાયેલા સપ્રમાણ લેખો પણ મોટા પ્રમાણમાં છે. (૪) આ પછી ૧૯૯૦માં અમદાવાદમાં મુનિસંમેલન મળ્યું. એમાં પણ સ્વપ્ન વગેરેની બોલી દેવદ્રવ્ય જ ગણાય, ઈત્યાદિ ઠરાવો થયા. એમાં પણ પૂ.

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506