Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૪૪૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
સાગરજી મહારાજની સહી છે.
(૫) આ પછી ૨૦૦૭માં પાલિતાણામાં ૧૯૯૦ના સંમેલનાનુસારી નિર્ણયો લેવાયા. આમાં સાગરસમુદાયના શ્રી ચન્દ્રસાગર સૂ.મ.ની સહી છે. ૨૦૧૪માં પણ આવું સંમેલન થતાં એમાં પૂ. સાગરજી મ.ના સમુદાય વતી સહી મળી હતી. આ બધી વિગતો ધર્મ દ્રવ્ય વ્યવસ્થા’ નામની નાનકડી બુકમાં જોઈ શકાય છે. આનું પ્રકાશન પૂ. તપસ્વી શ્રી ધર્મસાગરજી ગણિવર દ્વારા ઇન્દોરની પિપલી બજાર જૈન પેઢી દ્વારા થવા પામ્યું છે.
(૬) આગમ મંદિરનું નિર્માણ થઈ ચૂકયા બાદ ઉપરના બે સંમેલનો મળ્યા હતા. જો કલ્પિત દ્રવ્યની જેવી વ્યાખ્યા આ છેલ્લા સંમેલને પૂ. સાગરજી મહારાજ પર ઠોકી બેસાડી, એવી જ વ્યાખ્યા પૂ. સાગરજી મહારાજને માન્ય હોત તો આ બે સંમેલનોની એમના સમુદાયની સહી મળી જ ન હોત. એથી નક્કી થાય છે કે પૂ. સાગરજી મહારાજને આ નવી વ્યાખ્યા માન્ય ન હતી. જો માન્ય હોત તો એ વખતના ‘સિદ્ધચક્ર’ આદિમાં કે કોઈ પુસ્તકોમાં પૂ. સાગરજી મ. દ્વારા એનો ઉલ્લેખ થવા પામ્યો હોત. માત્ર આગમ મંદિરના ઠરાવ સિવાય કોઈ ઠેકાણે પૂ. સાગરજી મહારાજ દ્વારા ‘કલ્પિત દ્રવ્ય’નો ઉલ્લેખ જોવા મળતો નથી. આગમ મંદિરના બંધારણમાં જે શબ્દો મૂકાયા છે, એ શાંતિથી વાંચવા જેવા છે. ત્યાં લખ્યું છે કે,
“ચરિત એટલે કલ્પિત દ્રવ્ય : આની અંદર જિનેશ્વરની ભક્તિ માટે શ્રીમંતોએ અગર અન્ય કોઈએ માલ યા દ્રવ્ય આપેલું હોય અથવા બોલીથી યા બીજી રીતે દ્રવ્ય ઉત્પન્ન કરેલું હોય, એનો સમાવેશ થાય છે અને તેમાંથી દેરાસરના બાંધકામ, માણસોના પગાર, પૂજાનો સામાન, જીર્ણોદ્વાર, દેરાસરનો તમામ વહીવટી ખરચ (ટેક્ષીસ વગેરે સાથે) કરી શકાય છે.”
આ ઠરાવમાં ઊંડાણથી જોવા જેવી ચીજ એ છે કે, આમાં સ્વપ્ન-પૂજા આદિથી બોલીનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો જ નથી. માટે ‘બોલી’ શબ્દથી એવી કોઈ બોલીઓ સમજવી જોઈએ, કે જેનું દ્રવ્ય આ રીતે વાપરી શકાય. પણ સ્વપ્ન