Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 492
________________ પરિશિષ્ટ-૧૯ ૪૩૭ તથા શ્રી ઇન્દ્રમહારાજ, શ્રી શાસનદેવી, દ્વારપાળ આદિ દેવોની મૂર્તિ પણ હોય છે, પરંતુ કહેવાય શું ? શ્રી તીર્થંકર દેવના પ્રતિમાજી, એટલે તે નિમિત્તનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય. નહિ કે શ્રી ઇન્દ્રમહારાજનું કે દેવદેવીઓનું. દરેક સ્થળે જઈએ ત્યારે પ્રથમ નાયક-મુખ્ય માણસને પુષ્ટ કરવા પડે. તે હોય તો, હજૂરિયા તૈયાર થાય. તેવી રીતે જ્યારે આપની પાસે ધન હોય, ત્યારે વિશિષ્ટ નાયક શ્રી તીર્થંકર દેવોનાં જિનાલયોને જ પુષ્ટ કરવા પડે. શક્ય છે, કે શ્રી ભારતવર્ષના અમુક શ્રી જિનાલયોમાં દેવદ્રવ્યનો વધારો હશે, પરંતુ શ્રી ભારતવર્ષનાં જ સમસ્ત જિનચૈત્યો લઈએ, તો તે સમસ્ત શ્રી ચૈત્યોને- જિનાલયોને વ્યવસ્થિત રાખવા પૂરતું પણ દ્રવ્ય શ્રી જિનચૈત્યો પાસે નથી જ. જ્યારે પુણ્યાનુબન્ધિપુણ્યનું જ કાર્ય જ કરવું છે. તો પછી સર્વોત્તમ વિશિષ્ટમાં વિશિષ્ટ પુણ્યાનુબન્ધિપુણ્યનું કાર્ય કેમ ના કરીએ? એ રીતે સ્હેજે મન લલચાય છે અને એ અસ્થાને ન જ ગણાય. પૂર્ણિમાના ચંદ્રદર્શને સમુદ્રના મોજા (વેલા) ખૂબ ખૂબ ઉછળે છે. તદ્વત્ પુણ્યાશાળી ભવ્યાત્માની ભાવના સદાયે એવી જ હોય છે, પુણ્યાનુબંધિપુણ્યકાર્યને જ સાકાર બનાવવારૂપ શ્રી જિનમંદિરજી નિર્માણ કરવા, કરાવવા માટે જ અમારું ધન છે. એટલે જ શ્રી જિનમૂર્તિ અને શ્રી જિનમંદિરજી નિર્માણમાં ધનનો સદ્વ્યય થાય એ જ પરમ હિતાવહ છે. વ્યવહારબુદ્ધિથી વિચારીએ તો એક રૂપિયા જેવી નહિવત્ રકમનું ફળ પણ અધિકાધિક મેળવવા જ મન લલચાય, તો પછી સેંકડો હજારો રૂપિયા જેવી માતબર રકમ વાપરીને લાભ લેવાના પુણ્ય પ્રસંગે અતિવિશિષ્ટ ફળદાયી દેવદ્રવ્યની વૃદ્ધિમાં જ વાપરવા મન થાય એ સ્વાભાવિક જ છે. x x x x x x ××××× × પૂજ્ય સકળ શ્રી જૈન સંઘ પર્વાધિરાજ શ્રી પર્યુષણા મહાપર્વની મહામંગળ આરાધનાના શુભ પ્રસંગે અને ભાદરવા શુદિ ૧ને દિને પ૨મતારક, ચરમ તીર્થપતિ દેવાધિદેવ શ્રી મહાવીરસ્વામીજીના જન્મવાંચનના સમયે મોટાભાગે

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506