Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પરિશિષ્ટ-૧૬
૪૨૧
દેવદ્રવ્ય ગણાય.
૦ સદુપયોગ : આ દ્રવ્યનો ઉપયોગ જિનમંદિરોનાં જીર્ણોદ્ધારમાં, નવું મંદિર બંધાવવામાં, આક્રમણના સમયે તીર્થની રક્ષા કરવામાં, દેવ અને પ્રભુ નિમિત્તે ભક્તિ કાર્યમાં થઈ શકે.
જિનેશ્વર ભગવાનની ભક્તિ પૂજા તો શ્રાવકે પોતાના દ્રવ્યથી જ કરવી જોઈએ, પણ જ્યાં શ્રાવકોનાં ઘર ન હોય, ત્યાં દેવદ્રવ્યથી પણ પ્રભુપૂજા કરાવવી જોઈએ, પ્રતિમાજી અપૂજ તો ન જ રહેવા જોઈએ. જ્યાં શ્રાવક ખર્ચ કરવા શક્તિશાળી ન હોય, ત્યાં જૈનેતર પૂજારીનો પગાર, કેશર-ચંદન, અગરબત્તી આદિનો ખર્ચ દેવદ્રવ્યમાંથી કરી શકાય. પણ એટલું તો ચોક્કસ ધ્યાન રાખવું, કે શ્રાવકનાં કામમાં તો આ દ્રવ્ય વપરાય જ નહિ.
જો પૂજારી શ્રાવક હોય તો તેને સાધારણ ખાતામાંથી પગાર આપવો જોઈએ. જૈન વસ્તીના અભાવે પ્રભુપૂજા તથા મંદિર સંબંધી તમામ ખર્ચ, દેવદ્રવ્યમાંથી થઈ શકે. જૈનને દેવદ્રવ્યનો પૈસો અપાય જ નહિ. કારણ કે, લેવા અને દેવાવાળા બને પાપના ભાગીદાર થાય છે.
આ ખાતાનું દ્રવ્ય પહેલાં ખાતામાં ખર્ચી શકાય. આ બંને દ્રવ્ય દેવદ્રવ્ય સંબંધી પવિત્ર દ્રવ્ય હોવાથી નીચેના પાંચ ખાતાઓમાં એનો કદી ઉપયોગ થાય નહિ.
૩. જ્ઞાનદ્રવ્ય - આગમ, શાસ્ત્રપૂજન, પ્રતિક્રમણના સૂત્રોની બોલી, શ્રીકલ્પસૂત્ર, શ્રીબારસાસૂત્ર અથવા બીજા કોઈ પણ સૂત્રના ચઢાવા બોલાય કે નાણું ચઢાવાય તે બધું જ જ્ઞાન દ્રવ્યમાં ગણાય.
ઉપયોગ :- આ દ્રવ્યમાંથી સાધુ સાધ્વીજી મહારાજને ભણાવવા માટે, જૈનતર પંડિતને પગાર આપી શકાય, ભણવા-ભણાવવા યોગ્ય સાહિત્ય ખરીદી શકાય. જ્ઞાનભંડાર માટે ધાર્મિક પુસ્તકો લાવી શકાય. જૈનોને સાધારણ ખાતામાંથી યા તો શ્રાવકે પોતાના જ પૈસા આપવા.
જ્ઞાન ભંડારનો ઉપયોગ શ્રાવક-શ્રાવિકા કરે તો, તેમણે વાર્ષિક નકરો આપવો જોઈએ. જ્ઞાનદ્રવ્યથી ધાર્મિક આગમ શાસ્ત્ર લખવા-લખાવવા આદિ માટે તથા તેમની રક્ષા માટે જરૂરી ચીજ વસ્તુ લાવવાનો ખર્ચ થઈ શકે.