Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૩૧૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ૨૩. ઉદ્યાપન-ઉજમણુંક
ઉદ્યાપન-ઉજમણામાં દર્શન, જ્ઞાન અને ચારિત્રની પુષ્ટિ થાય અને સાત ક્ષેત્રમાં ઉપયોગી થાય તેવા જ ઉપકરણ રાખવા જોઈએ. ઉદ્યાપનઉજમણાનું ઉદ્ઘાટન કરવાની બોલીની રકમમાંથી દર્શન, જ્ઞાન અને ચારિત્ર સંબંધી ઉપકરણ લાવી (ખરીદી) શકાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ઉજમણું કરનારની માલિકી ઉજમણું થયા પછી રહેતી નથી - સંઘની માલિકી થઈ જાય છે. સદુપયોગ:
– જિનમંદિરમાં ઉપયોગી હોય તેવી વસ્તુઓ જિનભક્તિના કાર્યના ઉપયોગમાં લેવી.
– પૂ. સાધુ-સાધ્વીજીને ઉપયોગી બનતાં ઉપકરણો એમની ભક્તિ માટે એમને વહોરાવી શકાય છે.
– ધાર્મિક પુસ્તકો પૂ. સાધુ-સાધ્વીજીને અથવા જરૂરિયાતવાળા શ્રાવક-શ્રાવિકાઓને આપવા. જ્ઞાનભંડારમાં પણ રાખી શકાય છે.
– પૂજાના વસ્ત્રો અને સામાયિકના ઉપકરણો જરૂરિયાતવાળા શ્રાવક-શ્રાવિકાઓને આપવા.
– ચંદરવો-છોડ બનાવેલ હોય તો તેનો ઉપયોગ દેરાસર-ઉપાશ્રયમાં કરી શકાય છે.
– વ્યાખ્યાનની પાટ ઉપર ગુરુ ભગવંતની પાછળ લગાવવા માટે જે છોડ બનાવ્યો હોય, તો તેમાં દેવ-ગુરુની આકૃતિ ન હોય એવો જ ભરાવવો જોઈએ.
– ઉદ્યાપન-ઉજમણું કરાવનાર વ્યક્તિ કે પરિવાર સ્વયં ઉજમણામાં રાખેલી વસ્તુનો ઉપયોગ ન કરી શકે. કાં તો સંઘમાં સોંપી દેવી જોઈએ. અથવા સુયોગ્ય સ્થાનોમાં ભેટ આપવી જોઈએ.