Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
४०८
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા “પૂજા વિધિ માટે, પંચાલકજીમાં સ્વદ્રવ્યથી પૂજા કરવાનું વિધાન છે અને શ્રાદ્ધવિધિ આદિના આધારે એવું વિધાન છે કે (૧) ઋદ્ધિમાન શ્રાવકસપરિવાર મોટા આડંબર સાથે પોતાની પૂજાની સામગ્રી લઈ પૂજા કરવા જાય અને (૨) મધ્યમ શ્રાવક, સકુટુંબ પોતાનું દ્રવ્ય લઈ પ્રભુપૂજા કરવા જાય, ત્યારે (૩) ગરીબ શ્રાવક સામાયિક લઈને પ્રભુના દેરાસરે જાય અને ત્યાં જઈ સામાયિક પારી ફૂલ ગુંથવા વગેરેનું કાર્ય હોય તે કરે.” (જુઓઃ ધા.વ.વિ. આવૃત્તિ - ૨ જી, પેજ ૨૪૬) આ સિવાય પણ અનેક ગ્રંથોમાં “વિખવાનુar' - સ્વશવનુસરે પોતાના વૈભવ મુજબ, પોતાની શક્તિ મુજબ - એવું વિધાન કરેલ છે.
જેમાં ક્યાંય પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા કરવાની વાત આવતી નથી. શાસ્ત્રદષ્ટિએ આ વાત થઈ, હવે આપણે વહેવારદષ્ટિએ પણ વિચારીએ.
માર્ગાનુસારી ગૃહસ્થ દુનિયાના વ્યવહારમાં પોતાનું કોઈ પણ કાર્યપારકા પૈસે કરવાની વૃત્તિ ધરાવતો નથી. અહીં તો તે કક્ષાથી આગળ વધેલા શ્રાવકનો અધિકાર ચાલી રહ્યો છે. ગૃહસ્થપણામાં મુખ્યતા દાનધર્મની છે. વર્ષસ્થ ગાવિવંતાનYઅને લાઈwથતિ-આવા આવા શાસ્ત્રવચનો દાનધર્મની મહત્તા બતાવે છે. તેથી જ સુવિહિત શિરોમણી શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પહેલા દાનવિંશિકા અને પછી પૂજા વિંશિકા રચી. દાનમાં સુપાત્રદાન મહત્ત્વનું છે અને ભગવાન શ્રી તીર્થંકરદેવ સમુ ઉચ્ચતમ સુપાત્ર કોઈ નથી. નિત્ય યથાશક્તિ સ્વદ્રવ્યથી પૂજા કરનારા ગૃહસ્થને હંમેશા શ્રેષ્ઠ સુપાત્રદાનનો લાભ મળે છે. પદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પણ પૂજા થઈ શકે એવો ઉપદેશદેનારા વર્તમાનના કેટલાક ગીતાર્થો ગૃહસ્થોને શ્રેષ્ઠ સુપાત્રદાનથી વંચિત કરવાનો અને વ્યવહારમાં પણ પોતાના કોઈ કાર્ય પારકે પૈસા કરવાની અમાર્ગાનુસારી વૃત્તિથી પર રહેનારાઓને પારકે પૈસે પૂજા કરતા કરી લૌકિક સદ્યવહારની ભૂમિકાથી પણ નીચા ઊતારવાના પ્રયત્ન કરી રહ્યા છે, તેના નુકસાન વિવેકી શ્રાવકોએ સ્વયં વિચારી લેવા.
જિજ્ઞાસાઃ પરંતુ, જેની મુદ્દલ શક્તિ ન હોય તે સ્વદ્રવ્યથી પૂજા કઈ રીતે કરી શકે ?