Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પરિશિષ્ટ-૧૫
૪૧૭ સાધારણખાતાનું નવું દ્રવ્ય ઊભું કરવાના સંયોગો ન હોય તો જ અપવાદિક-માર્ગે નિરૂપાયે (દુઃખિત હૈયે) આરક્ષક (ચોકીદાર) આદિકર્મચારીઓને વેતનાદિમાં અને વીમાનું પ્રિમિયમ ભરવું પડે, તો તે ભરવામાં. (૧૦) શ્રી જિનેન્દ્રપ્રસાદની સ્થાવર-જંગમ સંપત્તિનું રક્ષણ કરવા-કરાવવામાં.
(૧૧) ધર્મ, ધર્મસ્થાનકો અને ધાર્મિક સંપત્તિનું રક્ષણ કરવું. એ રાજસત્તાનું પરમ કર્તવ્ય હોવાથી તેની ઉપજ ઉપર કોઈ સંયોગોમાં રાજસત્તાથી કરવેરો ન જ લેવાય. એ રાજનીતિનો અબાધિત અને અકાટ્ય નિયમ હતો. પરંતુ પાશ્ચાત્યોએ આર્યધર્મ અને આર્યમર્યાદાને સર્વથા નષ્ટભ્રષ્ટ કરવાની અતિબાલિશમેલી મુરાદથી ટ્રસ્ટ એક્ટનું ભૂત ઉભું કરીને તેના ખર્ચને પહોંચી વળવાના અસદ્ બહાના હેઠળ સદાને માટે ધાર્મિકદ્રવ્ય તથા તેની વાર્ષિક ઉપજ ઉપર કરવેરો લેવાનો કરેલ ધારો એટલે ધાર્મિક સંપત્તિની ઉઘાડી મહાક્રૂર લૂંટ છે. એ મહાકાતિલ નિયમ અદ્યાવધિ ચાલ્યો આવતો હોવાથી, અનિચ્છનીય એ કરવેરો આજે પણ ભરવો પડતો હોય, તો ધાર્મિક તંત્રના સાધારણખાતાના દ્રવ્યમાંથી અનિચ્છાએ દુઃખિત હૈયે નિરૂપાયે ભરવાનું વિચારવું અને સાધારણખાતામાં વધારો કે તથા પ્રકારની જોગવાઈ ન હોય, તો જ્ઞાનદ્રવ્ય કે દેવદ્રવ્યમાંથી કરવેરો ભરવો. એ જિનાજ્ઞાથી સર્વથા અવિહિત એટલે વિપરત તો છે જ. તથાપિ “સત્તા આગળ શાણપણ ચાલતું નથી.” એ ન્યાયે કરવેરો ભરવો પડે તો દુભાતા દિલે નિરૂપાયે આપદ્ ધર્મ માનવો રહ્યો. જ્ઞાનદ્રવ્યના પ્રકારો
(૧) જ્ઞાનપૂજનની રકમ, જ્ઞાનભક્તિ માટે આવેલ રકમ, તેમ જ આગમશાસ્ત્રો કે ધર્મગ્રન્થ આદિની ભક્તિ માટે બોલાયેલ બોલીનું દ્રવ્ય. (૨) કોઈપણ તપમાં શ્રુતજ્ઞાનની ભક્તિ નિમિત્તે ઉત્પન્ન થયેલ દ્રવ્ય. (૩) પ્રતિક્રમણના સૂત્રોની બોલી, શ્રી કલ્પસૂત્ર, શ્રી બારસાસૂત્ર તથા બીજા કોઈપણ સૂત્રના ચઢાવા, જ્ઞાનની પૂજાના ચઢાવા કે જ્ઞાનપૂજનાદિ સમયે જ્ઞાન ઉપર ચઢાવાતું દ્રવ્ય, પુસ્તકાદિના વેચાણનું દ્રવ્ય, તેમજ જ્ઞાનખાતાની સ્થાવરજંગમ સંપત્તિ તેમજ તેના વ્યાજ આદિની ઉપજ એ સર્વસ્વ જ્ઞાનખાતાનું દ્રવ્ય ગણાય. જ્ઞાનપંચમીના દિને જ્ઞાન સમક્ષ ભક્તિરૂપે ચઢાવાતા કોરા કાગળો, બરુના