Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૩૨૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સમાચાર જાણ્યા. વળી પણ લખશો. જૂની પ્રણાલિકા પ્રમાણે અમો સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાના વિચારના છીએ. કારણ સ્વપ્નાને તીર્થકરની માતા જુવે છે, તે પૂર્વે તીર્થકર નામ બાંધ્યાથી તીર્થકરમાતા ચૌદ સ્વપ્ના જુવે છે. તે ચ્યવન કલ્યાણકના અંગો સૂચવનારા છે, અમદાવાદમાં સ્વપ્નાની ઉપજદેવદ્રવ્યમાં જાય છે. તે જાણશો. એ જ. સંભારે તેને ધર્મલાભ કહેશો.
દ. પંન્યાસ સંપતવિજયજી ગણિના ધર્મલાભ.
તા. ૨૮-૯-૩૮ સિદ્ધક્ષેત્ર-પાલીતાણાથી લી. આચાર્ય શ્રી વિજય મોહનસૂરિજી આદિ. તત્ર દેવગુરુ ભક્તિકારક સુશ્રાવક શેઠ જમનાદાસ મોરારજી મુ. શાંતાક્રુઝ યોગ્ય ધર્મલાભ સહ-અત્ર દેવગુરુ પસાથે સુખશાતા છે. તમારો પત્ર મળ્યો, સમાચાર
જાયા.
પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વમાં સ્વપ્નાના ચઢાવાનું દ્રવ્ય કયા ખાતાનું ગણાય તેમ પૂછ્યું તો તે બાબતમાં જણાવવાનું કે-ગજવૃષભાદિ જે ચૌદ મહાસ્વપ્નો શ્રી તીર્થકર ભગવંતની માતાને આવેલ છે. તે ત્રિભુવન પૂજય શ્રી તીર્થકર મહારાજા ગર્ભમાં પધારેલા હોવાથી તેમના પ્રભાવે જમાતાને ચૌદ સ્વપ્નો આવે છે, અર્થાત્ માતાને આવતા ચૌદ સ્વપ્નામાં તીર્થકર ભગવંત જ કારણ છે.
ઉપર મુજબ સ્વપ્નો આવવામાં જ્યારે તીર્થકર ભગવંત નિમિત્ત છે, તો તે સ્વપ્નની ઉછામણી ચઢાવવા નિમિત્તે ઉત્પન થતું જે દ્રવ્ય હોય તે દેવદ્રવ્યમાં જ ગણાય. એમ અમોને ઉચિત લાગે છે. જે દ્રવ્યની ઉત્પત્તિમાં દેવનું નિમિત્ત હોય તે દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય. એમ અમો માનીએ છીએ.
એ જ ધર્મકરણીમાં વિશેષ ઉજમાળ થવું. સંભારનાર સર્વને ધર્મલાભ કહેવા. આસો સુ. ૩ સોમવાર.
દઃ ધર્મવિજયના ધર્મલાભ. (વર્તમાનમાં પૂ.આ.ભ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.)