Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પરિશિષ્ટ-૧૦
૩૯૭
નહિ, પરંતુ સાંભળવા પ્રમાણે હવે આ સંમેલનમાંથી સહી પાછી ખેંચી લઈને છૂટા થવાની પણ તૈયારીમાં છે !!! આમ પરિસ્થિતિના આરે સંમેલન આવીને ઊભું હોવા છતાં છદ્મસ્થતાને લીધે જે દૂષિત ઠરાવો થવા પામેલા છે અને જે ઠરાવો ભાવિ જૈન પૈઢી માટે કલંકરૂપ જણાય છે તેમાંથી છૂટા થતાં પહેલાં સુધારાઓ થવા પામે તો તે ઇચ્છનીય ગણાશે. એમ ઉપસંહારમાં ભૂતકાલીન પ્રવસમિતિના આચાર્ય તરીકેની મારી ફરજ બજાવવા જણાવું છું.
સંવત્સરી શતાબ્દી મહાગ્રંથ
(પૃ. ૩૪૨-૩૪૩ પરથી સાભાર)
અહીં આચાર્યશ્રીએ ઠરાવોને દૂષિત કહ્યા તો તે દૂષિતતા કઈ ? જેમ કપડામાં ડાઘ પડે તે દૂષિતતા, શરીરમાં રોગ તે દૂષિતતા, તેમ ઠરાવોમાં દૂષિતતા કઈ ? ઠરાવોમાં શાસ્ત્રવિરુદ્ધપણું એ જ કે બીજી કોઈ ? આમ છતાં ‘સંમેલનમાં શાસ્રાધારિત ઠરાવો કરવામાં આવ્યા છે અને તેના આધારે આ ‘ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તક લખાયું છે’- આવું નિવેદન આ. શ્રી જયઘોષ સૂ.મ. પોતાના તરફથી બહાર પાડે છે તે કેટલું બધું સત્ય નિરપેક્ષતાનું સૂચક છે !