Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૩૮૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
અમારાથી ન બેસાય.
પાછળથી પં. શ્રી ચંદ્રશેખરવિજયજી કહે કે - “આ. શ્રી મિત્રાનંદસૂરિજી પહેલા સંમત હતા, પછી ફરી ગયા” તેમનો આ પ્રચાર ખોટો છે. અમે સંમત થયા નથી અને સહી પણ આપી નથી.
પં. શ્રી ચંદ્રશેખરવિજયજી પાછા ફરે તેવા નથી. સંમેલનના ઠરાવોનું મૃતક ખભે ઉપાડીને ફરે છે. તેમના સાધુઓનો તેમાં સાથ છે. તેમને પાછા વાળવાનો આપણો આ પ્રયત્ન નથી. કારણ કે, તેમાં કાંઈ વળે એવું નથી. આપણે તો જેઓ સન્માર્ગમાં છે તેમને વધુ મક્કમ બનાવવા છે. તે માટેના આ પ્રયત્ન છે. એમ કરતાં આપણી પર આક્ષેપો પણ આવશે. તે આપણે સહન કરવા પડશે.
xxx ગુરુ દ્રવ્યની બાબતમાં પણ તેમણે ગુરુ પરંપરા તોડી છે. અને શાસ્ત્ર વચનોને અવગણ્યા છે. જ્યારે શાસ્ત્ર ચુસ્ત હતા ત્યારે જુદું કહેતા હતા. આજે હવે એ જ શાસ્ત્રવચનોમાંથી જુદા અર્થ કાઢે છે. શાસ્ત્ર વચનોનો છડે ચોક અનાદર કરે છે. ભગવાનની આજ્ઞા સામે પણ તર્ક કરે છે. નૂતન મંદિર જીર્ણોદ્ધાર આદિ લખ્યું છે ત્યાં આદિ પદથી સાધુ વૈયાવચ્ચ લઈ આવે છે. આ કુતર્ક સિવાય કશું નથી. કેમ આમ કરે છે તે સમજાતું નથી.
સભા : “વિજય પ્રસ્થાન”માં પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ અમારી વાતને પુષ્ટિ આપી છે એમ કહે છે, તેનું શું?
આ પણ એક ભ્રામક પ્રચાર સિવાય કશું નથી. ઘા.વ. વિ. પૃ. ૧૯૦ (આવૃત્તિ બીજી) પર તેમણે પૂજ્યશ્રીના નામે એ ફકરો નીચે મુજબ ટાંક્યો છે.
“જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપાને માનનારને જિનચૈત્યની, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર, દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે.” વિચાર સમીક્ષા - પૃ. ૯૭ લેખક મુનિ રામવિજય.
શ્રાવકો પોતાનું પૂજાનું કર્તવ્ય દેવદ્રવ્યમાંથી કરી શકે. એ વાતની તો આમાં ગંધ સરખી પણ નથી. ક્યાં પરમાત્માની પૂજા માટે અવસરે જરૂર ઊભી થાય તેમ પૂજા માટે જ મૂકેલા દેવદ્રવ્યની વૃદ્ધિ અને સંરક્ષણની વાત અને ક્યાં