Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૩૫૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
અનુચિત પાસું આવા મતભેદને બહુમતિના જોરે યોગ્ય ઠરાવવાની કરાતી કોશિષ છે. “૨૧ આચાર્યોએ ભેગા મળીને કરેલો નિર્ણય કેવી રીતે ખોટો હોય?” એવા આશયની વાત કરનાર વ્યક્તિ જિનશાસનના મર્મને જ પામી નથી.
એકમતી-લઘુમતિ-બહુમતિ-સર્વાનુમતિ કે શાસ્ત્રમામાં જૈન શાસનને શું સમ્મત છે. તે પંન્યાસજી મ.ના જ શબ્દોમાં વિસ્તારથી જોઈએ.)
(E) જિનશાસનરક્ષા પં. શ્રી ચંદ્રશેખરવિ. ગણિ.
(મુક્તિદૂત નવેમ્બર વીરસૈનિક વિભાગપૂર્તિમાંથી સાભાર)
સંગઠિત શક્તિની જે તાકાત છે એની તો શી વાત કરવી? એનો મહિમા અપાર છે. એની ફલશ્રુતિઓ અપરંપાર છે.
પણ....અફસોસ ! વો દિન કહાં....xxx જે તે પક્ષો સાથે સાથે સંગઠન કરીને ચૂંટણી જીતેલી કોંગ્રેસની કેવી દુર્દશા થઈ છે, તે તો આપણી નજર સામે જ છે, આવા શંભુમેળાના સંગઠન તો સંસ્થાનું વિઘટન કરે...એના કરતાં અ...સંગઠન શું ખોટું?
શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ સમસ્તનું સંગઠન કરવું હોય તો તે પણ શાસસાપેક્ષતાના ધોરણે જ કરવું જોઈએ, ચતુર્વિધ સંઘના જે સભ્યો સંપૂર્ણપણે જમાનાવાદી, ભોગપ્રેમી, તકવાદી કે રાજકારણી બન્યા છે તેમની સાથે શાસ્ત્રચુસ્ત વ્યક્તિઓનું શી રીતે સંગઠન કરે? xxx
xxxરે!દૂધપાક અને મીઠાનું કદી સંગઠન હોય? એમાં ગુમાવવાનું દૂધપાકને જ છે.
દૂધ અને તેજાબનું કદી સંગઠન હોય? એમાં ફાટી જવાનું દૂધને જ છે.
ગમે તેવું સંગઠન કદી હોઈ ન શકે. સંગઠન યોગ્યનું જ હોય. દૂધ અને સાકરનું જ હોય, દૂધપાક અને એલચીનું જ હોય.
વળી જે લોકો જમાનાવાદી છે, જેઓ જમાનાવાદની રીતરસમોથી શાસ્ત્રજ્ઞાઓમાં ફેરફાર કરવાની વાહયાત વાતો કરે છે, એવાઓ સાથે જ્યારે