Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પરિશિષ્ટ-૫
૩૭૧ દ્રવ્યસપ્તતિકાનો અભ્યાસ કરવો જ જોઈએ જેથી વહીવટ સારી રીતે થઈ શકે એવી ભારપૂર્વક ભલામણ લખી છે.
ધર્મસંગ્રહમાં ગુરુદ્રવ્યના ભોગાર્ડ અને પૂજા એવા બે ભેદ દર્શાવી બધી વાતો સ્પષ્ટ કરી છે. આ ગ્રંથ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ શોધ્યો છે. દ્રવ્ય સપ્તતિકાકારે પણ આ બે ભેદ દર્શાવ્યા છે. “ધાર્મિક વહીવટ વિચારમાં આ અંગે તેના પૃ. ૧૭૯ (બીજી આવૃત્તિ) પર પંન્યાસજીએ લખ્યું છે કે “દ્રવ્ય સપ્તતિકાકારે ગુરુદ્રવ્યના જે બે વિભાગ કરીને ગુરુપૂજન દ્રવ્ય સુવર્ણાદિ કહ્યું છે તે એમણે પોતાની બુદ્ધિથી કહ્યું.” આવું લખીને તેમણે ઉપરના બધા મહાપુરુષો પર “પોતાની બુદ્ધિ મુજબ લખનારા હતા.” તેવો આક્ષેપ મૂક્યો છે. આવા મહાપુરુષો પર આવો આક્ષેપ કરવા તેમની કલમ કેમ ચાલી હશે ? દ્રવ્ય સપ્તતિકા ગ્રંથના કર્તા વાચક શ્રી લાવણ્ય વિજય મ. છે. ધાર્મિક વહીવટ માટે આ ગ્રંથ ઓથોરીટીવાળો મનાય છે. ગ્રંથકાર શાસ્ત્રનિઇ છે. અનેક શાસ્ત્રોના આધારે જ આ ગ્રંથ રચ્યો છે. તેની પ્રસ્તાવનામાં દેવદ્રવ્યની બાબતમાં કયા કયા ગ્રંથોનો આધાર લીધો તેની સૂચિ પણ છે. કોઈ વિદ્વાન ગણાતા મુનિ કહે છે કે દેવદ્રવ્યની વાત આગમમાં આવતી નથી પરંતુ આ સૂચિ એમ બતાવે છે કે આગામોમાં પણ દેવદ્રવ્યની વાતો છે. 1 x x x x પં.જીના આ પુસ્તકમાં અનેક અશાસ્ત્રીય વાતો છે. પરસ્પર વિરોધી વાતો પણ છે. કુતર્ક અને કલ્પનાના ઘોડા જબરદસ્ત કોટિના દોડાવવામાં આવ્યા છે. આથી જ આ પુસ્તક સામે વિરોધ છે. પૂર્વના મહાપુરુષો સામે મતિ કલ્પનાનો તેમનો આક્ષેપ તો અક્ષમ્ય ગણાય.
મેં કેટલાક મહાત્માઓને પત્ર લખી તેમના અભિપ્રાયો મંગાવ્યાં, એમાં એક આચાર્ય મ. લખે છે કે, “જે તલમાં તેલ જ ન હોય તેને પીલવાનો શો અર્થ? તેમ આની (આ પુસ્તક) સામે લખવા બોલવાથી કોઈ અર્થ સરવાનો નથી.” બીજા એક આચાર્ય મ. લખે છે કે, “મને પુસ્તક મળ્યું નથી. તેથી મેં વાંચ્યું નથી. મેળવીને વાંચીને ઘટતું કરીશ.”
એક આચાર્ય મહારાજ કહે છે કે તેમણે પોતાના “મુક્તિદૂત'માં લખ્યું છે કે, “આ લોકો (આપણે) ઝઘડાખોર છે. તપોવનનો વિરોધ કર્યો,