Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પરિશિષ્ટ-૪ : પૂ.આ.ભ.શ્રી.વિ.જિનેન્દ્રસૂરીશ્વરજી
મહારાજાનો અગત્યનો ખુલાસો
[નોંધ : મુંબઈ-ચંદનબાળા ઉપાશ્રયમાં પૂ.આ.ભ.શ્રી.વિ. જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજા અને પૂ.પં.શ્રી ચંદ્રશેખરવિ.ગણિવર વચ્ચે જે મીટીંગ થઈ હતી તેની સાચી હકીકતો પૂ.આ.ભ.શ્રી.વિજિનેન્દ્રસૂરીશ્વરજી મ.સા. દ્વારા વિ.સં. ૨૦૫૧માં પ્રકાશિત “સ્વદ્રવ્યથી જ પૂજાના અધિકારી” પુસ્તકમાં આમુખ' હેડીંગ નીચે પ્રકાશિત થયેલી હતી. તેને અક્ષરશઃ અહીં રજું કરીએ છીએ. તેનાથી ચોક્કસ વર્ગ દ્વારા થતા અપપ્રચારમાં સત્યાંશ કેટલો છે, તે વાચકોને ખ્યાલ આવશે. અહીં યાદ કરાવવું જરૂરી છે કે, એ હકીકતોના નિવેદનને આજ સુધી કોઈએ રદીયો આપ્યો નથી.] મિલન અને વિચાર વિનિમયઃ
ચંદનબાળામાં પૂ.પં.શ્રી ચંદ્રશેખરવિજય મ. અને મારે મુલાકાત નક્કી થઈ તે દિવસે સવારનાં હું તીનબત્તી દેરાસર ગયો અને બંને ઉપાશ્રય ઉપર સાથે ગયા. બેઠા સાથે જ. તેમણે મને કહ્યું “તમે ભયંકર કામ કર્યું: સમુદાયનાં ટુકડા કારવ્યા.” ત્યારે મેં કહ્યું સાહિબ બધું યાદ છે? ૨૦૪રમાં શું થયું? ૨૦૪૪માં શું થયું? ત્યારે પં. શ્રી હેમરત્નવિ.મ. એ કહ્યું કે પટ્ટક આપણે પહેલા તોડ્યો છે. ત્યારે મેં કહ્યું આપ હજી પટ્ટક સ્વીકારી લો. ત્યાં પૂ.ચંદ્રશેખર વિ.મ. કહે તમે પટ્ટકનાં ચિથરા કરી નાખ્યા, રામચંદ્ર સુ.મ. સાથે ચેલેંજ ફેંકી હવે કોણ સ્વીકારે ? મેં કહ્યું “પૂ. હિમાંશુસૂ.મ. એ ૨૦૨૦નો પટ્ટક સ્વીકાર્યો છે. તો ચંદ્રશેખર વિ.મ. કહે “એની શું વેલ્યું છે?' મેં કહ્યું કે “પૂ. હિમાંશુ સૂ.મ.નું નામ સમુદાયનાં વડીલ તરીકે લખો તો છો! તેમની કિંમત નથી? ૨૦૪૨માં અને ૨૦૪૪માં આપે ૨૦૨૦નો પટ્ટક ઉડાવી દીધો તે પછી પૂ. રામચંદ્ર સૂ.મ. એ પાંચ વર્ષ પટ્ટક રાખ્યો તો તમે પણ પાંચ વર્ષ ૨૦૨૦નાં પટ્ટક પ્રમાણે વર્તે તો પછી પૂ.રામચંદ્રસૂ.મ. ના ગ્રુપને તમે કહી શકો.” ત્યારે તેઓ બોલ્યા- “હવે અમે કે તમે કોઈ પટ્ટક ન સ્વીકારો.”
આ વાત એટલા માટે રજૂ કરી કે પટ્ટક અંગે તેઓ વાસ્તવિકતા જાણતા ન હતા. નહિતર આવું બોલતા નહીં. બાદ તેમણે કહ્યું “આજ મિટિંગમાં દેવદ્રવ્ય,