Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૧૧ : ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો?
૩૧૧ ખર્ચ થયો હોય તે તે-તે ખાતામાંથી આપી શકાય છે. ટેક્સ લાગે નહીં તે માટે વહીવટદારે સતત સાવધાન રહેવું. ૨૨. જિનભક્તિ માટે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી સંઘને સમર્પિત કરવાના ચડાવા (કેશર-ચંદન ખાતું):
- જિનભક્તિ માટે જે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે, તે સામગ્રીનો લાભ લેવા માટે દર વર્ષે જે ચડાવા બોલાવાય છે તેની વિગત.
૧. વાસક્ષેપ, ૨. મોરપીંછી-પૂંજણી-વાળાકુંચી, ૩. પ્રક્ષાલ માટે દૂધ, ૪. બરાસ, ૫. કેશર, ૬. ચંદન, ૭. પુષ્પ, ૮. ધૂપ, ૯. દીપક (ઘી), ૧૦. અંગ-લૂછણા-પાટલૂછણા, ૧૧. અત્તર-ચંદનનું તેલ, ૧૨. વરખ વગેરે સામગ્રીના ચડાવા. સદુપયોગ:
– આ ચડાવાની રકમ આ પૂજાના દ્રવ્યો ખરીદવા માટે પરસ્પર વાપરી શકાય છે.
– દેરાસરમાં રાતે રોશની કરવા ઘી-કોપરેલનું તેલ વગેરેના દીપક રાખવાનો ખર્ચો પણ જરૂર પડે તો આ દ્રવ્યમાંથી કરી શકાય છે.
– આ રકમનો ઉપયોગ જિનભક્તિના કાર્ય સિવાય બીજા કોઈ પણ કાર્યમાં કરી શકાય નહિ.
નોંધઃ શ્રાવકે પ્રભુની પૂજા પોતાની દ્રવ્યથી જ કરવી એ વિધિ છે. આથી આ પ્રકારની બોલી દ્વારા કરાયેલી સુવિધા સામગ્રીનો ઉપયોગ કરનાર પુણ્યાત્માએ પોતે જેટલી સામગ્રીનો ઉપયોગ કરે તેટલી સામગ્રીની રકમ તે ખાતામાં (કેશર-ચંદન ખાતામાં) આપવાનો વિવેક રાખવો જરૂરી છે.