Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૨૭૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા વચ્ચે સં. ૨૦૪૪ ના ગુરુદ્રવ્ય અંગેના ૧૪મા ઠરાવના સમર્થનમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી છે. સમર્થનમાં ઉપસ્થિત થયેલા મુદ્દાઓ શાસ્ત્ર અને પરંપરાનો લોપ કરનારા છે. તેથી સમાલોચના કરવી જરૂરી છે. લેખકશ્રીએ ગુરદ્રવ્યના વિનિયોગ માટેના દ્રવ્યસપ્તતિકા અને હીરપ્રશ્નાનુવાદના શાસ્ત્રપાઠોના અર્થઘટનને પોતાની તરફેણમાં લઈ જવા માટે શ્રાદ્ધજિતકલ્પની ૬૮મી ગાથાની વૃત્તિનો ભયંકર રીતે દુરુપયોગ કર્યો છે. પૂર્વે એની વિચારણા કરી જ છે. અહીં કેટલાક મુદ્દાઓની સમાલોચના કરવી છે. જેથી તેમની વિચારધારા કેટલી શાસ્ત્રવિઘાતક છે, તે પણ વાચકોને ખબર પડે. (સંમેલનના ગુરુદ્રવ્ય અંગે ઠરાવ-૧૪ની સમાલોચના પ્રકરણ-૧માં કરી જ છે.)
મુદ્દા નં.-૧ (પૃ. ૧૧૬)
હવે જે સિદ્ધસેનસૂરિના દૃષ્ટાંતથી હીરસૂરિ મહારાજે પૂજનદ્રવ્યની વ્યવસ્થા જણાવી છે એ સિદ્ધસેનસૂ.ના દૃષ્ટાંતમાંથી સમજવી. પ્રાચીનતમ ગ્રન્થ ભદ્રેશ્વરસૂરિના કાવ્યશૈલીમાં બીજા ખંડમાં સાધારણના દાબડામાં તે દ્રવ્ય લઈ જવાનું જણાવ્યું છે. પ્રભાવક ચરિત્રમાં પણ તે જ રીતે જણાવ્યું છે. પ્રબંધચિંતામણિ વગેરેમાં તે દ્રવ્ય લોકોને ઋણમુક્ત કરવામાં વાપરવાનું જણાવ્યું છે. જ્યારે પ્રબંધકોશમાં જીર્ણોદ્ધાર આદિમાં લઈ જવાનું જણાવ્યું છે. આ રીતે ગુરુપૂજનદ્રવ્યની કોઈ નિયત વ્યવસ્થા પ્રાચીનકાળના ગ્રન્થોમાં દેખાતી નથી.” સમાલોચના-૧
(૧) અહીં પ્રથમ એક આડવાત કરી લઈએ. લેખકશ્રી જેમને પોતાના પૂ.વડીલોએ શ્રદ્ધાભ્રષ્ટ તરીકે જાહેર કર્યા હતા, તેમના નામ આગળ પૂ.” વિશેષણ મૂકવાનું પોતાના પુસ્તકમાં ચૂક્યા નથી અને મહાન પૂ.આચાર્ય ભગવંતોના નામ કોઈ પિતા પોતાના છોકરાનું નામ લખે-બોલે એવી શૈલીથી લખ્યા છે. આ આદર-અણગમાનું કારણ સમજાય તેવું છે. મહાન મહાપુરુષોના ઉલ્લેખવાળા શાસ્ત્રપાઠો એમને ડગલે પગલે નડી રહ્યા છે, એનો તો અણગમો નથી ને! લેખકશ્રીએ ઔચિત્ય-અનૌચિત્યની મર્યાદાથી