Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૩૦૩
પ્રકરણ - ૧૧ : ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો?
– દીક્ષાવિધિ પૂર્વે દીક્ષાર્થીને અંતિમ વિદાય તિલકનો અથવા અંતિમ પ્રયાણ તિલક કરવાના ચડાવાની આવક.
– અંજન શલાકા-પ્રતિષ્ઠા વગેરે ધાર્મિક પ્રસંગે બોલવામાં આવતા ચડાવાઓના સમયે સંઘને પધરાવવા માટે જાજમ પાથરવાના ચડાવાની આવક.
- શ્રીસંઘના મુનિમજી કે મહેતાજી બનવાની બોલી.
– સંઘજમણનો લાભ લેનારનું સન્માન કરવાની બોલી અને જન્મવાંચનના દિવસે સંઘનું સન્માન કરવાની બોલી.
આ સિવાય શાસ્ત્રથી અબાધિત ઉપાયો દ્વારા પ્રાપ્ત થતું દ્રવ્ય તે સાધારણ ખાતાનું દ્રવ્ય કહેવાય છે. સદુપયોગ:
(૧) જિનમંદિર, ઉપાશ્રય, સંઘ-તીર્થની પેઢી સંબંધી દરેક કાર્યોમાં ઉપયોગ કરી શકાય છે. સાત ક્ષેત્રમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં આવશ્યકતા મુજબ ખર્ચ કરી શકાય છે.
(૨) આ દ્રવ્યનો ઉપયોગ ટ્રસ્ટી, વ્યવસ્થાપક કે અન્ય કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યમાં કરી શકતો નથી.
(૩) આપત્તિમાં રહેલા શ્રાવક-શ્રાવિકાના ઉદ્ધાર માટે ધર્મમાં સ્થિર કરવાના લક્ષથી આ દ્રવ્ય શ્રીસંઘ આપી શકે છે.
(૪) સાધારણ ખાતાનું આ દ્રવ્ય ધાર્મિક (Religius) પવિત્ર દ્રવ્ય છે.
સામાન્ય લોકોને ઉપયોગી, વ્યવહારિક, સાંસારિક કે જૈનેતર ધાર્મિક કાર્યમાં આપી શકાય નહિ. આ ખાતાનું દ્રવ્ય ધર્માદા (ચેરિટી) ઉપયોગમાં, વ્યવહારિક (સ્કૂલ-કૉલેજ) શિક્ષણમાં તથા અન્ય કોઈપણ સાંસારિક કાર્યમાં વાપરી શકાય નહિ.
* અંજનશલાકા-પ્રતિષ્ઠા-જિનભક્તિ મહોત્સવના પ્રસંગે