Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૩૦૧
પ્રકરણ - ૧૧ : ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો? દ્રવ્ય-સામગ્રી લાવી શકાય છે. ઉદાહરણ તરીકે :
૧. કેશર, ૨. ચંદન, પુષ્પ, ફૂલદાની, ૩. બરાસ-કપૂર, ૪. પ્રક્ષાલ માટે દૂધ, ૫. પ્રક્ષાલ માટે પાણી, ૬. ધૂપબત્તી, ૭. દીપક માટે ઘી, ૮. ફાનસ, ૯. દીપકના ગ્લાસ, ૧૦. દીપક માટે સ્ટેન્ડ, ૧૧. રૂની વાટ, ૧૨. વાળાકૂંચી, ૧૩. મોરપીંછી-પૂંજણી, ૧૪. અંગલૂછણાનું કપડું, ૧૫. પાટલૂંછણા, ૧૬. ધૂપદાની, ૧૭. ચામર, ૧૮. દર્પણ, ૧૯. ઝાલરડંકા, ૨૦. પૂજાની થાળીવાડકી, ૨૧. કળશ, તાંબાની કૂંડી, ૨૨. આરતીમંગળદીવો, ૨૩. જિનમંદિરમાં જરૂરી સાબુ, ૨૪. કેસર ઘસવાનો પથ્થર, ૨૫. શિખરની ધજા, ૨૬. નાડાછડી, ૨૭. અત્તર, વરખ, બાદલું, ૨૮. આંગીનો સમાન.
(૨) આ દ્રવ્યમાંથી પૂજારીને પગાર અને પૂજારીને પૂજા કરવા માટે કપડા ખરીદીને આપી શકાય છે.
(૩) ભંડાર, સિંહાસન, દીપક માટે કાચની હાંડી વગેરે લાવી શકાય છે.
(૪) દેરાસરના વાસણોને સાફ કરનાર માણસનો પગાર, દેરાસરની દેખરેખ કરનાર માણસોનો પગાર વગેરે આપી શકાય છે.
(૫) વાસક્ષેપ અને કાજો કાઢવા માટે સાવરણી : આવી દેરાસરના ઉપયોગમાં આવનારી વસ્તુઓ સાધારણ ખાતામાંથી ખરીદવી.
(૬) જિનમંદિર સાધારણનો ભંડાર દેરાસરની અંદરના ભાગમાં રાખી ન શકાય. એને દેરાસરની બહાર કોઈક સુરક્ષિત જગ્યાએ યોગ્ય સ્થાનમાં જ રાખવો જોઈએ. કેસર-સુખડ ઘસવાની રૂમમાં રાખી શકાય.
(૭) જિનમંદિરના વહીવટ માટે દર વર્ષે બાર મહિનાની બાર અથવા પંદર દિવસની એક એમ ૨૪ બોલીઓ બોલવાનું આયોજન કરવામાં આવે તો તેની ઉપજમાંથી કેસર-ચંદન વગેરેના ખર્ચા અને પૂજારીના પગાર વગેરે ખર્ચા કરી શકાય.