Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
– ટૂંકમાં કહીએ તો આ દ્રવ્ય આયંબિલ તપનો પ્રચાર-પ્રસાર કરવા માટે જ હોવાથી અન્ય કોઈ પણ કાર્યમાં તેનો ઉપયોગ કરી શકાય નહિ. – આયંબિલ માટેની રકમનો ઉપયોગ એકાસણાની ભક્તિમાં કરવાનો નિષેધ છે.
३०८
-
· આયંબિલ ભવનનું નિર્માણ શ્રાવક સંઘે પોતાના સ્વદ્રવ્યથી કરવું. લક્કી ડ્રો-લોટરી જેવી અહિતકર પદ્ધતિ દ્વારા રકમ ભેગી કરી આવા કાર્યો ન કરવા જોઈએ.
આ પણ માત્ર ધાર્મિક અને પવિત્ર દ્રવ્ય છે. આયંબિલ ભવનનો ઉપયોગ પણ સાંસારિક-વ્યવહારિક-સામાજિક કોઈ પણ કાર્યોમાં કરવો ન જોઈએ. આમાં માત્ર ધાર્મિક કાર્યો જ કરવા જોઈએ.
-
૧૫. ધારણાં, ઉત્તરપારણાં, પારણાં, નવકારશી ખાતું, પૌષધવાળાઓને એકાસણાં અને પ્રભાવના વગેરે ખાતું.
ઉપરોક્ત નામવાળા અથવા તો કોઈ પણ તપ-જપ, તીર્થયાત્રા વગેરે ધાર્મિક કાર્ય કરનારા સાધર્મિકોની ભક્તિ માટે જે દ્રવ્ય ભેગું થયું હોય, તે દ્રવ્ય દાતાની ભાવના મુજબ તે તે ખાતામાં વાપરવું જોઈએ.
તે રકમમાં વૃદ્ધિ હોય તો સાત ક્ષેત્રમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં વાપરી શકાય. પરંતુ કોઈ સાર્વજનિક કાર્યોમાં વાપરી શકાય નહિ, કારણ કે, આ દ્રવ્ય માત્ર ધાર્મિક ક્ષેત્રનું દ્રવ્ય છે.
નોંધ : સાધુ-સાધ્વીજીના તપના પારણા કરાવવાની બોલી બોલાવવી યોગ્ય નથી. પરંતુ અજ્ઞાનતા વશ ક્યાંક કોઈએ બોલી હોય તો તે દ્રવ્ય સાધુસાધ્વી સંબંધી હોવાથી ગુરુદ્રવ્યની જેમ જિનમંદિર જીર્ણોદ્ધાર અથવા નવનિર્માણ માટે દેવદ્રવ્યમાં જમા કરાવવું જોઈએ.
૧૬. નિશ્રાકૃત ઃ
દાનવીરો દ્વારા વિશિષ્ટ પ્રકારના ધાર્મિક કાર્ય માટે આપેલા દ્રવ્યનો