Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૧૧ : ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો?
પૂર્વના પ્રકરણોમાં ધાર્મિક દ્રવ્યના વિનિયોગ અંગે શાસ્ત્ર અને પરંપરા શું કહે છે, તેની વિચારણા કરી. આ પ્રકરણમાં શાસ્ત્ર અને પરંપરા અનુસાર સાતક્ષેત્ર આદિ ધાર્મિક દ્રવ્યનું સ્વરૂપ, તેની આવકના સ્રોત અને સદુપયોગ : આટલી વિગતો ક્રમશઃ આપવામાં આવે છે. ધાર્મિક દ્રવ્યના પાંચ પ્રકારઃ દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં ધાર્મિક દ્રવ્યના પાંચ પ્રકાર બતાવ્યા છે - (૧) દેવદ્રવ્ય, (ચૈત્યદ્રવ્ય), (૨) ગુરુદ્રવ્ય, (૩) જ્ઞાનદ્રવ્ય, (૪) સાધારણ દ્રવ્ય અને (૫) ધર્મદ્રવ્ય.
૦ સાતક્ષેત્રઃ જૈનશાસ્ત્રોમાં ધનનો સદ્વ્યય કરવાના સાત ક્ષેત્રો પણ બતાવ્યા છે –
(૧) શ્રી જિનપ્રતિમા, (૨) શ્રી જિનમંદિર, (૩) શ્રી જિનાગમ, (૪) સાધુ, (૫) સાધ્વી, (૬) શ્રાવક અને (૭) શ્રાવિકા.
– સાતક્ષેત્ર પૈકી કોઈપણ ક્ષેત્રની ઉપજ પોતાનાથી ઉપરના ક્ષેત્રમાં જાય, પણ નીચેના ક્ષેત્રમાં તો ન જ જાય, એવો શાસ્ત્રીય નિયમ છે. તેમજ સાતક્ષેત્ર પૈકી કોઈપણ ક્ષેત્રનું દ્રવ્ય સાતક્ષેત્ર બહાર જીવદયા વગેરેમાં ન જાય, તેવો પણ શાસ્ત્રીય નિયમ છે.
– પૂર્વોક્ત સાતક્ષેત્રોમાં સાધુ-સાધ્વીનું અને શ્રાવક-શ્રાવિકાનું એક-એક ક્ષેત્ર ગણાય છે.
– પૂર્વનિર્દિષ્ટ સાતક્ષેત્રો ઉપરાંત બીજા પણ ક્ષેત્રો (ખાતાઓ)