Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૨૮૬
વર્તમાનમાં પ્રચલિત છે.
→ વર્તમાનમાં સાધારણ દ્રવ્ય, જિનમંદિર સાધારણ, દેવકું સાધારણ, જિનભક્તિ સાધારણ અને સર્વસાધારણ આવા ખાતા પણ પ્રવર્તમાન છે.
→ જૈનશાસનમાં મુખ્યપણે સાતક્ષેત્રો છે. તે સિવાય પૌષધશાળાઆયંબિલશાળા-પાઠશાળા વગેરે પણ ક્ષેત્રો છે. તે સર્વે ક્ષેત્રોની વ્યાખ્યા, તે તે ક્ષેત્રની આવકનો સ્રોત અને તે તે ક્ષેત્રના દ્રવ્યના સદુપયોગ, આ સર્વેની વિગતો શાસ્ત્ર અને પરંપરાને આધારે હવે જોઈશું.
×××× સાતક્ષેત્રો આદિની દ્રવ્ય વ્યવસ્થા xxx
(૧) જિનપ્રતિમા ક્ષેત્ર : શ્રીજિનપ્રતિમાને ઉદ્દેશીને પ્રતિમાજીના નિર્માણ આદિ માટે કોઈ પણ વ્યક્તિએ ભક્તિથી જે દ્રવ્ય અર્પણ કર્યું હોય તે ‘જિનપ્રતિમા ક્ષેત્રનું દ્રવ્ય' કહેવાય છે.
સદુપયોગ :
(૧) જિનમૂર્તિ ભરાવવા માટે, (૨) જિનમૂર્તિને લેપ કરાવવા માટે (૩) જિનમૂર્તિના ચક્ષુ, ટીકા, તીલક-જડતર આદિની આંગી બનાવવામાં અને (૪) પ્રતિમાજીના રક્ષણ માટેના બધાં જ ખર્ચ માટે વાપરી શકાય છે.
(નોંધ : આ ખાતાનું દ્રવ્ય બીજા કોઈપણ ખાતામાં વાપરી શકાય નહીં. માત્ર પ્રભુપ્રતિમાના કાર્યમાં જ ખરચી શકાય.)
(૨) જિનમંદિર ક્ષેત્રઃ- જિનમંદિર-જિનભક્તિને ઉદ્દેશીને જે કંઈ દ્રવ્ય પ્રાપ્ત થાય અર્થાત્ જિનભક્તિને ઉદ્દેશીને જિનમંદિરમાં કે અન્ય કોઈપણ સ્થળે ઉછામણી બોલાય, તે ઉછામણીથી પ્રાપ્ત દ્રવ્ય જિનમંદિર ક્ષેત્રનું ગણાય છે અને આ દ્રવ્ય ‘દેવદ્રવ્ય’ જ કહેવાય છે.
આવકઃ
(૧) પરમાત્માના પાંચ (ચ્યવન-જન્મ-દીક્ષા-કેવલજ્ઞાન-મોક્ષ) કલ્યાણ