Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૨૭૫
પ્રકરણ - ૮ ગુરુદ્રવ્ય અંગે વિચારણા ઉપરથી ઉતારીને ભેટ તરીકે ધરેલું.”
– ગુરુપૂજનનું દ્રવ્ય ભક્તિસ્વરૂપે સમર્પિત દ્રવ્ય છે અને ચૂંછણાનું દ્રવ્ય (ભક્તિ માટે) ભેટરૂપે ધરેલ દ્રવ્ય છે. - આ રીતે બંનેમાં તફાવત છે.
- દ્રવ્યસપ્તતિકાકારે ગુરુપૂજનના દ્રવ્યનો ઉપયોગ “જીર્ણોદ્ધાર અને નવચેત્યનિર્માણાદિમાં કરવાનો કહ્યો છે અને ચૂંછણાના દ્રવ્યનો ઉપયોગ પૌષધશાલા વગેરેમાં કરવાનો કહ્યો છે. એટલે ઉપયોગ અંગે પણ તફાવત
> આથી દ્રવ્યસપ્તતિકા ગ્રંથાનુસારે બંને ક્રિયા અલગ છે અને દ્રવ્યનો ઉપયોગ પણ અલગ-અલગ સ્થળે છે. તેથી બંનેને એકસમાન જણાવી ચૂંછણાના દ્રવ્યના વિનિયોગની રીતિને ગુરુપૂજનના દ્રવ્યના વિનિયોગમાં લગાવવી તે શાસ્ત્રવિરુદ્ધ છે. પરંપરા પણ એવી ભેળસેળ કરવાની ના પડે છે. લેખકશ્રીના પૂર્વજોએ કોઈ સ્થળે ભૂલ થઈ હોય તો એને સુધારીને શાસ્ત્રસાપેક્ષ આચરણા પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે. જ્યારે લેખકશ્રી કુતર્કો કરીને શાસ્ત્રસાપેક્ષ પરંપરાને દૂષિત કરી રહ્યા છે.
-- મુદ્દા નં.-૪ઃ
લેખકશ્રીએ ગુરુદ્રવ્યના ઠરાવ અંગેના પોતાના ચિંતનના ઉપસંહારમાં પૃ. ૧૨૧-૧૨૨ ઉપર જે ઠરાવના બચાવમાં અને ઠરાવ કરવાનો હેતુ જણાવતાં જે વાતો લખી છે તેને હાલ ચર્ચવાનો કોઈ અર્થ નથી. “સંમેલનના ગુરુદ્રવ્યના ઠરાવથી શિથિલાચાર વધી જશે” આ વ્યક્ત થયેલી સંભાવના-ભયસ્થાનોને રદીયો આપવા જે દલીલો કરી છે, તે દલીલો કેટલી પોકળ છે અને બતાવેલા ભયસ્થાનો કેટલા સાચા પડ્યા છે તે સૌ કોઈ જાણે જ છે. તેઓ પોતે પણ જાણતા જ હતા. ૨૦૪૪ના સંમેલનના ૯ મહિના પૂર્વે લખેલા પત્રમાં પણ તેઓ એવા જ ભયસ્થાનને બતાવતા હતા, તે ભૂલવા જેવું નથી અને ઠરાવ કરવાનો હેતુ પોતાની શૈલીમાં જણાવતાં પૃ. ૧૨૨ ઉપર લખે છે કે,
“આ રીતે અનેક સ્થળે મુનિઓ દ્વારા અજાણપણે પણ દેવદ્રવ્યનું