Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
આ અગ્રપૂજા રૂપ દ્રવ્યનો તે વખતે જીર્ણોદ્ધારમાં ઉપયોગ કર્યો હતો, એમ તેમના પ્રબંધ વગેરેમાં સંભળાય છે. આ વિષયમાં ઘણું કહેવા યોગ્ય છે. કેટલું લખીએ ? તમે પૂછેલા ત્રણ પ્રશ્નોના આ પ્રમાણે ઉત્તરો છે. (૩૪૮-૪૯-૫૦-૧૫૨-૧૫૩-૧૫૪).
૨૪૨
ટિપ્પણી :
(૧) પૂર્વોક્ત ત્રણે પ્રશ્નોનો સ્પષ્ટ જવાબ ‘હીરપ્રશ્નોત્તર'ના વિધાનોમાં જોવા મળે છે.
(૨) ગુરુપૂજન શાસ્ત્રીય જ છે. આચારાંગ સૂત્રમાં વાસચૂર્ણથી ગુરુપૂજન કરવાની વાત આવે જ છે. દ્રવ્યસપ્તતિકામાં પણ ગુરુપૂજનની વાત આવે જ છે. (જે આગળ જણાવવાની છે.)
આથી ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકમાં પૃ. ૧૧૬ ઉપર લેખકશ્રી લખે છે કે, “ખરી રીતે ગુરુપૂજા' કોઈપણ શાસ્ત્રથી વિહિત હતી નહિ.” લેખકશ્રીની તે વાત શાસ્ત્રવિરુદ્ધ-હકીકતવિરુદ્ધ સિદ્ધ થાય છે.
(૩) પૂ.કલિકાલ સર્વજ્ઞશ્રી આદિ ગુરુભગવંતોની ગુરુપૂજા થયેલ છે અને એની ગ્રંથોમાં નોંધ લેવાયેલી છે. એ જ બતાવે છે કે, ગુરુપૂજા વિહિત છે. જો ગુરુપૂજાને અવિહિત કહેશો તો પૂ.કલિકાલ સર્વજ્ઞશ્રીજી આદિ મહાપુરુષોને પણ અવિહિત આચરણા કરનારા, કરાવડાવનારા કહેવા પડશે અને એની નોંધ કરતા ગ્રંથોને (જે આગળ જણાવવાના છે. તેને) પણ અપ્રામાણિક માનવા પડશે. પરંતુ એવું કહેવાનું - લખવાનું દુઃસાહસ કોઈ કરી શકે તેમ નથી.
(૪) એટલું જ નહીં, લેખકશ્રીએ પોતાના પૂ.ગુરુદેવ પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાને પણ ખોટા કહેવા પડશે. કારણ કે, ‘હીરપ્રશ્નોત્તર’ (હીરપ્રશ્નાનુવાદ) ગ્રંથનો અનુવાદ પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાના પ્રશિષ્યરત્ન પૂ.મુ. શ્રી ચિદાનંદવિજયજી મ. સાહેબે કર્યો છે અને એ ગ્રંથનું સંશોધન ખુદ પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાએ કરી આપ્યું છે. તે ગ્રંથના ‘આદિવચન’ના