Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૮ઃ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૫૯ દ્રવ્યના ભોગમાં આવા પ્રકારનો વિધિ જાણવો.
વળી અહીં પણ વસ્ત્રાદિમાં આગળ કહેવામાં આવનાર દેવદ્રવ્યની જેમ જાણવું. એટલે કે જ્યાં ગુરુદ્રવ્ય વપરાયું હોય ત્યાં અથવા અન્ય ઠેકાણે સાધુના કાર્યમાં વૈદ્યાદિ માટે કે કેદ વગેરેમાંથી છોડાવવા માટે તેટલા કિંમતના વસ્ત્રાદિ આપવા પૂર્વક ઉપર કહેલું (તપ કરવાનું) પ્રાયશ્ચિત્ત આપવું.
વિશેષાર્થ + સમાલોચના:
(૧) પૂર્વોક્ત “શ્રાદ્ધજિતકલ્પ'ના પાઠને આગળ કરીને ધાર્મિક વહીવટ-વિચાર'ના લેખકશ્રી-પરિશિષ્ટકારશ્રી અને અન્ય સાહિત્યના લેખકો - “સુવર્ણાદિ ગુરુદ્રવ્ય સાધુના વૈયાવચ્ચાદિ કાર્યમાં વાપરી શકાય” - એવી માન્યતા ધરાવે છે અને પ્રચારે છે – તેમની એ માન્યતા દ્રવ્યસપ્તતિકા અને હીરપ્રશ્ન ગ્રંથની વિરુદ્ધ જાય છે. તેથી માન્ય બની શકે તેમ નથી. (૨) હવે પૂર્વોક્ત શાસ્ત્રપાઠ અંગે વિશેષ સ્પષ્ટતા જોઈશું -
ત્યાં ગુરુસંબંધી મુહપત્તિ-આસનના (શ્રાવક દ્વારા) ઉપભોગમાં એક પ્રાયશ્ચિત્ત છે. જલ-અન્ન આદિના ઉપભોગમાં બીજું પ્રાયશ્ચિત્ત છે. ત્યાં જલાદિથી વસ્ત્રાદિ અને સુવર્ણાદિ એમ બે સમૂહ ગ્રહણ કર્યા છે.
વસ્ત્રાદિ તો ગુરુ પાસે હોય, પરંતુ સુવર્ણાદિ ન હોય, તેથી તે કઈ રીતે આવે એ બતાવતાં “પૂ. સિદ્ધસેનસૂમ. સાહેબે ધર્મલાભ આપતાં રાજાવિક્રમે એક ક્રોડ સુવર્ણ આપ્યું.” આ રીતે સાધુ પાસે કનકાદિ આવ્યું.
તે રીતે કોઈ વેષધારી સાધુએ સુવર્ણાદિ દ્રવ્ય રાખ્યું હોય તો તે દ્રવ્ય પણ સાધુ સંબંધી થયું.
– આ બે રીતે સાધુ પાસે સુવર્ણાદિ દ્રવ્ય આવ્યું. ટીકામાં સાધુ નિશ્રાકૃત આસન આદિ વસ્ત્રાદિ ગુરુદ્રવ્યોનો ભોગવટો થયો હોય, તો સાધુના કાર્યમાં વૈદ્યાદિ માટે કે કેદ વગેરેમાંથી છોડાવવા માટે તેટલા