Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
પ્રસ્તુત વિચારણામાં શ્રાવકે પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ કે તે પરદ્રવ્યથી અથવા દેવદ્રવ્યથી પણ કરી શકે ? - આ વિવાદનો મુદ્દો છે. અહીં પ્રારંભમાં પ્રભુપૂજાની વિધિ માટે પંચાશકજી-શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોમાં જે જણાવ્યું છે, તે જોઈશું.
(A) પંચાશકપ્રકરણ ગ્રંથના ‘પૂજાવિધિ’ નામના અધિકારમાં જિનપૂજા કઈ રીતે કરવી તે જણાવતાં કહ્યું છે કે
"ता नियविहवाणुरुवं, विसिट्ठपुप्फाइएहिं जिणपूजा । વાયવ્વા બુદ્ધિમયા, સંમિ વહુમાળસારા ય ॥૮॥''
અર્થ : તેથી બુદ્ધિમાન પુરુષે (શ્રાવકે) સ્વવિભવ = સ્વસંપત્તિ અનુસારે વિશિષ્ટ પુષ્પો આદિથી અને શ્રીજિનેશ્વર પરમાત્મા ઉ૫૨ બહુમાનભાવપૂર્વક જિનપૂજા કરવી જોઈએ.
નોંધ : આ પંચાશકજીનો પાઠ સ્વસંપત્તિ (સ્વદ્રવ્ય)થી જિનપૂજા કરવાનું વિધાન કરે છે.
(B) ‘લલિત વિસ્તરા’ ગ્રંથમાં પણ કહ્યું છે કે,
'श्रावकस्तु संपादयत्येवोक्तौ यथाविभवं तस्य तत्प्रधानत्वात् । तत्र तत्त्वदर्शित्वात् 'जिणपूया विभवबुद्धि'त्ति वचनात् ।"
અર્થ :- વળી, શ્રાવક આ બંને (દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ અર્થાત્ પ્રભુપૂજાદિ દ્રવ્યસ્તવ અને ચૈત્યવંદનાદિ ભાવસ્તવ) યથાવિભવ કરે અર્થાત્ પોતાની સંપત્તિ અનુસારે કરે. કારણ કે, શ્રાવકને વિભવાનુસાર (અનુષ્ઠાન) કરવું તે પ્રધાન-મુખ્ય છે. તથા વિભવાનુસાર દ્રવ્યપૂજાદિ કરવામાં શ્રાવકનું તત્ત્વદર્શીપણું છે. કારણ કે, જિનની પૂજા વિભવને ઉચિત બુદ્ધિથી કરવી એવું વચન છે.
44