Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૦૩ > કુતર્ક-૧માં “દેવદ્રવ્યથી નિર્માણ પામેલા દેરાસરોને સુખી ભક્તો વાપરે છે” – એવું જે જણાવ્યું છે. તે યોગ્ય નથી. જિનમંદિરમાં જનાર જિનમંદિર વાપરે છે, તેમ કહેવાય જ નહીં. રાજમહેલમાં જનાર રાજમહેલ વાપરે છે તેમ કહેવાતું નથી. તેથી જ રાજમહેલમાં જવાના પૈસા એ આપતો નથી. પરંતુ ત્યાં ગયા પછી રાજાને ભેટશું કરે તો તે રાજાના પૈસાથી નહીં, પણ ઘરના પૈસે કરે. તે જ રીતે મહેમાન બનેલો યજમાનના મકાનનું ભાડું આપતો નથી, પણ ચાંલ્લો કરે કે ભેટ આપે, તો તે યજમાનના પૈસે નહીં પણ પોતાના પૈસે કરે છે.
એ જ રીતે મંદિરમાં જનારો વ્યક્તિ મંદિરમાં માત્ર જિનમૂર્તિના દર્શન-વંદન કરવા જાય તો એમાં એને પૈસા આપવા પડતા નથી. પરંતુ પૂજા કરવા જાય ત્યારે મંદિરના કે ભંડારમાં પૂરેલા પૈસાથી પૂજા ન કરે, પણ પોતાના પૈસે કરે છે અને કદાચ સંધે તે માટે પૂજાફંડ રાખ્યું હોય અને એમાંથી કરે તો પણ પોતાની શક્તિ અનુસારે એ ફંડમાં આપવાની ભાવના રાખે. પણ ધર્માદાનું વાપરવા ઇચ્છે નહીં. “ધાર્મિક વહીવટ વિચાર”ના લેખકશ્રી પોતાના “આંધી આવી રહી છે” પુસ્તકમાં પણ એ જ પ્રમાણે લખી ચૂક્યા છે. જે આપણે આગળ જોયું જ છે.
– અહીં ઉલ્લેખનીય છે કે, ષોડશક ગ્રંથમાં પોતાના ધર્મકાર્યમાં પારકું ધન જોડવાની ના પાડી છે. ધર્મકાર્યમાં પારકું ધન જોડવું અનુચિત છે અને
૧. ષોડશક પ્રકરણનો પાઠ: यद्यस्य सत्कमनुचितमिह वित्ते तस्य तज्जमिह पुण्यम्। भवतु शुभाशयकरणादित्येतद्भावशुद्धं स्यात् ॥७/१०॥
[वृत्तिः ] यत् = यन्मात्रं यस्य सत्कं = यस्य सम्बन्धि वित्तं इति गम्यते अनुचितं = स्वीकारयोग्यं इह मदीये वित्ते कथञ्चिदनुप्रविष्टं तस्य = तत्स्वामिनः तज्जं = तद्वित्तोत्पन्नं इह = बिम्बकरणे पुण्यं भवतु इति = एवं शुभाशयकरणात् एतत् = न्यायार्जितवित्तं भावशुद्धं स्यात्, परकीयवित्तेन स्ववित्तानुप्रविष्टेन पुण्यकरणानभिलाषात् सर्वांशेन स्वचित्तशुद्धेः ।।७/१०॥
ગાથાર્થ :- “આ ધનમાં જેના સંબંધી જેટલું સ્વીકારને અયોગ્ય એવું જે ધન રહેલું હોય તેનાથી ઉત્પન્ન થયેલ પુણ્ય પ્રસ્તુતમાં તેનું થાવ' - આવો શુભ આશય કરવાથી