Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૧૩૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા વિચારે અને ગરીબોની દયાના નામે શાસ્ત્રમર્યાદાનું ઉલ્લંઘન કરનારી ઉપદેશ પદ્ધતિથી વહેલી તકે પાછા ફરે એવી આપણે આશા રાખીએ.
વળી અહીં ખાસ વિચારવા જેવી વાત એ છે કે, બીજાનું કેસર ઘસી આપવામાં કે ફૂલ ગુંથી આપવામાં પોતાની જાતનો ભોગ આપવાનો છે અને પોતે કરવાની પૂજા માટે બીજાનું કેસર કે ફૂલ લેવામાં બીજાનો ભોગ લેવાનો છે. જેમ બીજાને જમવા રસોઈ બનાવી આપવી અને પોતે જમવા બીજાની રસોઈ ખાઈ જવી, એ બે વચ્ચે જેવો તફાવત છે, તેવો તફાવત અહીં છે. આમ છતાં કોઈ કહે કે “બીજાની રસોઈ બનાવી આપી શકાય તો બીજાની ખાઈ કેમ ન શકાય? તો આવી સ્વાર્થી દલીલ ધર્મના ક્ષેત્રમાં હિતકર નથી. જ્ઞાનીઓએ જાતના ભોગે બીજાનું કરી આપવાનું કહ્યું છે પણ પોતાના માટે બીજાનો ભોગ લેવાનું કહ્યું નથી. આવી સીધી સાદી વાત પણ તે વર્ગ ધ્યાનમાં લેશે ખરો? પ્રશ્નઃ આ પ્રકરણના ઉપસંહારમાં લેખકશ્રી છેલ્લે લખે છે કે -
ટૂંકમાં, કહેવાનું તાત્પર્ય એ છે કે શક્તિસંપન્ન જેનોએ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ. પરંતુ કૃપણતાદિના કારણે તેઓ તેમ ન કરે અને ગરીબો સ્વદ્રવ્યના અભાવમાં તેમ કરી ન શકે તો તે બન્ને પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી જિનપૂજા કરે તો પાપ બાંધઃ દેવદ્રવ્યનું ભક્ષણ કરવા રૂપ મહાપાપ બાંધે - તેમ કહી શકાય નહિ. હા, શક્તિ છતાં ધનમૂર્છા ન ઉતારે તો તે શ્રીમંતને મોટો લાભ થવાને બદલે અલ્પ લાભ થાય એટલું કહી શકાય ખરું.” (મુક્તિદૂત જુલાઈ, ૧૯૫૫ પૃ. ૧૨)
– આ રીતે પં.જી.. અહીં ખુલ્લુ અભય વચન આપે છે, તો પછી પદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પૂજા કરવામાં શો વાંધો? એમ કરવાથી એક તો ગાંઠનું બચે છે અને બીજું પાપ ન બંધાવાની તેમજ લાભ મળવાની (ભલે અલ્પ તો અલ્પ) ખાતરી મળે છે, આમ બેવડો લાભ થાય છે, તો આ બાબતે આપનો અભિપ્રાય શું છે તે જણાવશો?
ઉત્તરઃ આ બાબતે લેખકશ્રીના અભયવચનનો આશ્રય લેતાં પહેલાં