Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૬ : બોલી-ઉછામણી શાસ્ત્રીય કે અશાસ્ત્રીય ?
ઉપોદ્ઘાત :
વિ.સં. ૨૦૪૪ના સૂત્રધારો અને ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકના લેખકશ્રી આદિએ (શક્તિશાળી અને અશક્ત એમ તમામ સ્થળે) દેવદ્રવ્યથી જિનપૂજા-મહાપૂજા-સ્નાત્ર-પૂજારીનો પગાર આદિનો અશાસ્ત્રીય માર્ગ ખુલ્લો કરવાના મહા અભિયાનની પાર્શ્વ-ભૂમિકામાં ‘કલ્પિત દેવદ્રવ્ય’ની વ્યાખ્યા બદલી નાખી અને તેના માટે શાસ્ત્રીય એવા બોલીઓથી આદેશ આપવાના માર્ગને અશાસ્ત્રીય જાહેર કરવાનો અનુચિત પ્રયત્ન કર્યો તથા પોતાની વાતની સિદ્ધિ માટે પોતાના જ પૂજ્ય વડીલોના શાસ્ત્રીય વિચારોને બાજુ ઉપર મૂકીને અપ્રામાણિક લોકોના બોલી સંબંધી લેખોને પ્રચારવાનો નાચીજ પ્રયત્ન કર્યો.
વળી, તે પક્ષની બેધારી નીતિ પણ જોવા જેવી છે. એક બાજું બોલીઓને અશાસ્રીય-ચૈત્યવાસીઓની રૂઢિ-અવિહિત પુરુષોનું પ્રવર્તનશિથિલાચા૨ીઓનું પ્રવર્તન કહે છે અને બીજી બાજું બોલીઓની ૨કમને કલ્પિત દેવદ્રવ્યમાં ગણવાનો આગ્રહ રાખવો છે. બીજી વાત, ‘સંબોધ પ્રકરણ’ ગ્રંથના રચનાકાળે બોલીઓની પ્રથા નહોતી એમ પ્રચારવું છે અને બીજી બાજું એ જ ગ્રંથમાં બતાવેલા દેવદ્રવ્યના ત્રણ પ્રકારમાંના કલ્પિત દેવદ્રવ્યમાં એનો સમાવેશ કરવાની તનતોડ મહેનત કરાય છે અને એ માટે શાસ્ત્ર-પરંપરા અને સુવિહિત મહાપુરુષો સાથે મજેથી દ્રોહ પણ કરાય છે.
અપપ્રચારની અને બચાવની શૈલી પણ જોવા જેવી છે ઃ
(A) પૂ.પં.શ્રી ચંદ્રશેખર વિ.મ.સા. પોતાની “૨૦૪૪ના સંમેલનની રૂપરેખા અને સમાલોચના’’ નામની પુસ્તિકામાં પૃ. ૫૫ ઉપર લખે છે કે,
ન
“મારી માન્યતા ભૂલ ભરેલી ન હોય તો ચડાવા કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાના ઉપાયો સુવિહિતોની આચરણા નથી. પણ ચૈત્યવાસી અને તેમના હાથમાં રમતા શ્રાવકોની કલ્પેલી રૂઢિઓ છે. આવી રૂઢિયોને શાસ્ત્રીય અને