Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૭: કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૦૧ એ આખા પુસ્તકને ભેળસેળવાળું સિદ્ધ કરે છે. ત્યાં પોતાની વ્યાખ્યામાં કોઈસ્થળે શાસ્ત્રનો આધાર આપી શક્યા નથી કે પરંપરાનું સમર્થન બતાવી શક્યા નથી.
(૯) આથી નીચે જણાવેલા પ્રમાણોથી સિદ્ધ થાય છે કે, ઉછામણીની રકમનો સમાવેશ કલ્પિતદેવદ્રવ્યમાં થઈ શકે નહીં.
(A) સંબોધ પ્રકરણકારે કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યામાં બોલીનું દ્રવ્ય બતાવ્યું નથી અને અર્થપત્તિથી પણ સિદ્ધ કરી શકાતું નથી. બીજા કોઈ ગ્રંથોમાં પણ તેમણે જણાવ્યા મુજબની વ્યાખ્યા કરી નથી. તેથી તેમની વાતમાં શાસ્ત્રસાપેક્ષતા નથી.
(B) સં. ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪ના શ્રમણ સંમેલનોએ બોલીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં જણાવ્યું નથી. પરંતુ પ્રસિદ્ધ-શુદ્ધ દેવદ્રવ્યમાં જણાવીને તેનો ઉપયોગ જીર્ણોદ્ધારાદિમાં જ જણાવ્યો છે.
(C) શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં બોલીથી લાભ આપવાની પ્રવૃત્તિના પ્રવર્તનમાં હેતુ તરીકે દેવદ્રવ્યની વૃદ્ધિ જણાવી છે. પરંતુ જિનાલયના નિર્વાહનો હેતુ બતાવ્યો નથી. તેથી પણ સિદ્ધ થાય છે કે, બોલીનું દ્રવ્ય એમાં ન સમાવાય.
(D) શાસ્ત્ર અને પરંપરાની જેમ યુક્તિ પણ બોલીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં સમાવવાની ના પાડે છે. કારણ કે, કલ્પિત દેવદ્રવ્ય એ સંકલ્પિત દેવદ્રવ્ય છે. જ્યારે બોલીનું દ્રવ્ય એ શ્રીસંઘને સમર્પિત દેવદ્રવ્ય છે.
(૧૦) ધાર્મિક વ.વિ.” પુસ્તકના (પૂર્વનિર્દિષ્ટ) પૃ. ૧૫ ઉપરના લખાણમાં “ઉછામણી વગેરે શાસ્ત્રીય આચરણા” આવું લખ્યું છે અને પુસ્તકમાં અન્ય સ્થળોએ ઉછામણીને “અવિહિત આચરણા” તરીકે સિદ્ધ કરવાની કોશિષ કરી છે. આ બેધારી નીતિથી જ એ પુસ્તકની વિશ્વસનીયતા ખતમ થઈ જાય છે.
(૧૧) ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકમાં પૃ. ૧૫૯ ઉપર સંબોધ