Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૧૩ પરંતુ જીર્ણોદ્ધારાદિમાં જવા યોગ્ય શુદ્ધદેવદ્રવ્ય. તેનો વિનિયોગ જિનાલયના જીર્ણોદ્ધારમાં જ થઈ શકે – આ સત્ય હકીકતથી ૨૦૪૪'ના સંમેલનનો એ નિર્ણય સાચો સિદ્ધ થતો નથી. યાદ રહે કે, સં. ૧૯૭૬૧૯૯૦-૨૦૧૪ના સંમેલનના શ્રમણપુંગવો ૨૦૪૪'ના સંમેલનના જૈનાચાર્યોના પૂ.પૂર્વજો હતા.
(૨) એક બાજું સંબોધ પ્રકરણ ગ્રંથના રચનાકાળે બોલી હતી નહીં, એમ કહેવું અને બીજી બાજું તે ગ્રંથમાં નિર્દિષ્ટ કલ્પિત દેવદ્રવ્યમાં તેનો સમાવેશ કરવાનો આગ્રહ રાખવો – આ બેધારી નીતિ કેમ?
(૩) અહીં જે વ્યાખ્યા કરી છે, તે લેખકશ્રીએ પૃ. ૧૫૯ ઉપર કરેલી વ્યાખ્યાથી વિરુદ્ધ છે.
(૪) વળી, સ્વપ્નદ્રવ્ય સિવાયની ઇન્દ્રમાળ આદિની બોલી દેવદ્રવ્યની વૃદ્ધિ માટે બોલવાનો શાસ્ત્રપાઠ શ્રી શ્રાદ્ધવિધિ આદિમાં છે. તે શ્રાદ્ધવિધિ ગ્રંથ શું ૨૦૦ વર્ષ પહેલાં બન્યો નથી ? તેનો જવાબ કેમ આપ્યો નથી ?
(૫) ઈતિહાર સાક્ષી પૂરે છે કે, ગિરનાર-શત્રુંજય ઉપર તીર્થમાળની બોલીઓ ૮૦૦વર્ષ પૂર્વે પણ હતી અને તે રકમનો વ્યય જીર્ણોદ્ધારાદિમાં થયો છે. તો પછી તમે ઉછામણીની પ્રથા બે સૈકામાં ચાલું થઈ છે, તે કોના આધારે કહો છો? તે જવાબ આપશો?
(૬) પૂર્વે જણાવ્યા મુજબ દ્રવ્યસપ્તતિકા અવચૂરિમાં પૂજાદેવદ્રવ્ય આદિ સિવાયના દેવદ્રવ્યોના પાઠ પણ છે અને સં. ૧૯૭૬ આદિના સંમેલનો પણ એમ જણાવે છે, તો તમે કયા આધારે દેવ સંબંધી દ્રવ્યને પૂજાદિ ત્રણ જ દેવદ્રવ્યના પ્રકારોમાં સમાવવાનો આગ્રહ રાખો છો?
(૭) અહીં ખાસ નોંધવું જરૂરી છે કે, દેરાસરની જરૂરીયાત પૂરી કરવા ઉછામણીની પ્રથા ચાલું થવાનું વિધાન કોઈ શાસ્ત્રમાં નથી કે વિ.સં. ૨૦૪૪ પૂર્વે કોઈ મહાપુરુષે એવું કહ્યું પણ નથી. પરંતુ દેવદ્રવ્યની વૃદ્ધિ