Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા ક્યા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૪૫ કહેતા. પરંતુ પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી ગણિવર્યશ્રી “ધર્મદ્રવ્યવસ્થા નામના પુસ્તકમાં પણ એમ જ જણાવે છે.
(B) ૯૦’નો ઠરાવ અપવાદિક છે. શ્રાવકની વસ્તીના અભાવે કે સામગ્રીના અભાવે પ્રભુ અપૂજ ન રહે, તે માટેની એ વ્યવસ્થા ગોઠવી છે. એમાં તમામ સ્થળે દેવદ્રવ્યથી પૂજારીને પગાર આપવાનું ઠરાવ્યું નથી.
(C) ૯૦’ના સંમેલને અશક્ત સ્થળોએ પ્રભુ અપૂજ ન રહે એ માટે અપવાદે દેવદ્રવ્યમાંથી પૂજારીનો પગાર આપવાની વાત કરી છે. જ્યારે ૨૦૪૪'ના સંમેલને શુદ્ધદેવદ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં ઠરાવીને શુદ્ધદેવદ્રવ્યમાંથી તમામ સ્થળે પૂજારીને પગાર આપવાનો રાજમાર્ગ ખુલ્લો કરી આપ્યો છે. - આ બંને ઠરાવ વચ્ચેનો ઘણો મોટો તફાવત છે. ૨૦૪૪'ના ઠરાવથી શુદ્ધદેવદ્રવ્યની જબરજસ્ત હાનિ થવાનો સંભવ છે અને જે કર્તવ્ય શ્રાવકોનું છે, તે દેવદ્રવ્યમાંથી પતાવવાની સગવડ કરી આપવાથી શ્રાવકો પણ મહાદોષમાં પડવાના છે.
– બીજું, ૧૯૯૦ના સંમેલને અપવાદે અશક્ત સ્થળોએ દેવદ્રવ્યથી પૂજાની છૂટ આપી અને અષ્ટપ્રકારી પૂજા ઊભી રાખી. જ્યારે ૨૦૪૪ના સંમેલને તો શુદ્ધદેવદ્રવ્યને કલ્પિતદેવદ્રવ્યમાં પધરાવી દીધા પછી પણ માત્ર અગ્રપૂજાથી ચલાવવાનું કહ્યું. એટલે ૨૦૪૪ના સંમેલને તો હદ કરી નાંખી છે.
– તદુપરાંત, લેખકશ્રીએ “આવી વિશેષ પરિમાર્જિત વ્યવસ્થાની સામે ઉહાપોહ કરવાનું પ્રયોજન ખરું” આમ કહીને ૧૯૯૦ના ઠરાવો કરતાં ૨૦૪૪ના ઠરાવો વિશેષ પરિમાર્જિત છે અર્થાત્ શ્રેષ્ઠ છે, એમ કહેવાનું કામ કર્યું છે. તે તેમની વાત સ્ટેજે સાચી નથી. કારણ કે, ૧૯૯૦'ના સંમેલને દેવદ્રવ્યની વૃદ્ધિ-રક્ષાનો માર્ગ સુનિશ્ચિત કર્યો હતો. જ્યારે ૨૦૪૪ના સંમેલને તો દેવદ્રવ્યની હાનિ-ભક્ષણનો માર્ગ ખુલ્લો કરી આપ્યો છે.
- જો ૨૦૪૪'ના દેવદ્રવ્ય વિષયક ઠરાવ મુજબ સંઘોમાં વ્યવસ્થા