Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૧૫૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પ્રાયશ્ચિત્ત આપે. પ્રાયશ્ચિત્ત લેવા આવનારે કયા સંયોગોમાં કેવા ભાવે દોષનું સેવન કર્યું છે, તે જોઈને ગુરુ પ્રાયશ્ચિત્ત આપે છે. એટલે ભગવાને શક્તિ અનુસાર સ્વદ્રવ્યથી પૂજા કરવાની વિધિ બાંધી છે. એમ છતાં પોતાનું દ્રવ્ય સાચવી રાખી દેવદ્રવ્ય વાપરે તો દેવદ્રવ્યનું ભક્ષણ દુરુપયોગ) કર્યું તેમ કહેવાય અને તેનું પ્રાયશ્ચિત્ત ગીતાર્થ ગુરુ આપે.
અહીં ઉલ્લેખનીય છે કે, તે પક્ષ દ્વારા શ્રાદ્ધદિનકૃત્ય આદિ ગ્રંથોના “તિ દિ દેવદ્રવ્ય...” વાળા પાઠો આગળ કરીને શ્રાવકની જિનપૂજામાં દેવદ્રવ્ય વપરાય એવું જે સમર્થન (તે વર્ગ દ્વારા) કરાય છે. તે સાચું નથી. કારણ કે, ત્યાં સંકલ્પિત દેવદ્રવ્યની વાત છે પરંતુ ભંડારમાં અર્પણ કરેલ કે ઉછામણી દ્વારા સંઘને અર્પણ કરેલ શુદ્ધ દેવદ્રવ્યની વાત નથી અને આવું માનવાના પ્રબળ કારણો પણ છે. સંકાશનું ઉદાહરણ, એ પાઠોના આજુબાજુના સંદર્ભો અને વિક્રમની ૧૯-૨૦મી સદીમાં આયોજાયેલા શ્રમણસંમેલનોએ કરેલા ઠરાવો પણ એવું જ જણાવે છે. વિ.સં. ૨૦૪૪ પૂર્વે કોઈપણ પૂ.ગીતાર્થ આચાર્ય ભગવંતોએ શુદ્ધદેવદ્રવ્યમાંથી જિનપૂજા, મહાપૂજા, સ્નાત્ર આદિ ધર્માનુષ્ઠાન કરવાનું કહ્યું નથી.
તદુપરાંત, ઉપદેશપદ-શ્રાદ્ધદિનકૃત્ય આદિ ગ્રંથોમાં જણાવેલી વિગતોમાં જે વિવેક કરવાની જરૂર છે, તે આગળ એક સ્વતંત્ર પ્રકરણપમાં જણાવેલ છે તથા ત્યાં સામેવાળા પક્ષ દ્વારા “સંકાશ શ્રાવકના ઉદાહરણમાં તથા વસુદેવહિંડી અને મૂલશુદ્ધિપ્રકરણ આદિ ગ્રંથોના પાઠોમાં અધૂરા સંદર્ભો આપીને જે મુગ્ધજનોને ગેરમાર્ગે દોરવાનો કૂટપ્રયત્ન કરાયો છે તે પણ જોઈશું. – હવે તેમને જ જાહેર આહાનઃ
(નોંધઃ અમારા પક્ષને વારંવાર જાહેર આહ્વાન આપનારા એ વર્ગને અમારું પણ જાહેર આહ્વાન છે. ધા.વ.વિ. પુસ્તકના લેખકશ્રી તો હાલ આપણી વચ્ચે વિદ્યમાન નથી. તેથી તે પુસ્તકના પરિશિષ્ટકાર અને તેમના શિષ્ય વર્ગને-સમુદાયને અમારું જાહેર આહાન છે કે, નીચેના પ્રશ્નોનો