Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૧૬૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા મોકલ્યો હતો. ત્યારે પૂજયપાદ પ્રેમસૂરિદાદા વતી પં.શ્રી ભાનવિજયજી મ. સાહેબે પત્રની પહોંચ લખતા જણાવ્યું હતું કે,
જે મધ્યસ્થ સંઘને લખવા ધારેલો ઉત્તર, તેના ઉપર સુધારા-વધારાનો તમારોપત્ર મળ્યો હતો, પણ અહીંમધ્યસ્થ સંઘેહાલ એ પ્રશ્ન મુલતવી રાખ્યો. કેમકે, પેઢીએએપ્રશ્ન માથે લઈ લીધો છે. તેથી હવે એઉત્તરની વિશેષતા ન ગણાય, છતાં એમાં સુધારા કરીને એ ઉત્તર એમને આપીશું.”
– અહીં ગુરુવર્યનો શિષ્ય ઉપરનો વિશ્વાસ સ્પષ્ટ જોવા મળે છે. આ અંગેની વિશેષ વિગત પરિશિષ્ટ-૯માં જોવી.
અગત્યનો ખુલાસો-૧ : “ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકમાં પૂ. સાગરજી મહારાજ સાહેબ પણ પોતાની તરફેણમાં છે એવો પ્રચાર કરાયો છે. તે વાત તેમની સાચી નથી. તે પૂ.સાગરજી મ.સા.ના સિદ્ધચક્રઆગમજ્યોત વગેરેમાં થયેલા લખાણો ઉપરથી સ્પષ્ટ થાય છે. તેનું સંકલન કરી પરિશિષ્ટ-૨૦માં આપવામાં આવેલ છે.
૦ અગત્યનો ખુલાસો-૨ : પૂર્વે જે “મધ્યસ્થ સંઘ” ઉપર લખાયેલા પત્રની વિગત ચર્ચા હતી. તેમાં “મધ્યસ્થ બોર્ડના ટ્રસ્ટી શ્રી અમૃતલાલ કાલીદાસ દોશીની દેવદ્રવ્ય-સાધારણ દ્રવ્ય અંગેની માન્યતા શું હતી, તે જાણવા જેવી છે. અમે તે પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા. દ્વારા લિખિત પુસ્તક “સ્વપ્નદ્રવ્ય અંગે માર્મિક બોધ” પુસ્તકના પૃ. ૯૪-૯૫૯૬ ઉપરથી લઈને તેનો સમાવેશ પરિશિષ્ટ-૨૦માં કર્યો છે.
– આથી પત્રો આદિની વિગતોના અપપ્રચારથી કોઈએ પણ ભ્રમમાં પડવાની જરૂર નથી. અહીં પ્રાસંગિક કેટલીક વાતો કરી. હવે તે તે ગ્રંથોના શાસ્ત્રપાઠો અંગે ક્રમશઃ વિચારીશું. તે પક્ષની માન્યતા:
ઉપદેશપદ આદિ ગ્રંથોના પાઠો અંગે વિચારણા કરતાં પૂર્વે તે પક્ષની માન્યતા જોઈ લઈએ -