Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૧૭૨
છે. પરંતુ પ્રભુભક્તિ નિમિત્તે એ દ્રવ્યરાશી એકઠી થયેલી હોવાથી કે ફંડ રૂપે મૂકાયેલી હોવાથી એ દેવદ્રવ્ય બનેલી છે અને આવું અમે અમારા ઘરનું નથી કહેતા. પરંતુ દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં અવધારણબુદ્ધિથી સંકલ્પ-નિર્ધારબુદ્ધિથી (શ્રાવકોનું પોતાનું પણ ધન) દેવદ્રવ્ય બનવાનો શાસ્ત્રપાઠ આવે છે. તે નીચે મુજબ છે -
* દ્રવ્યસપ્તતિકાનો પાઠ :
ओहारणबुद्धिए देवाईणं पकप्पिअं च जया । जं धणधन्नप्पमुहं तं तद्दव्वं इहं णेयं ॥२॥
=
અર્થ : નિયમબુદ્ધિથી દેવાદિકને માટે જે ધન-ધાન્ય વગેરે જે કાળે નિશ્ચિત કરેલા હોય તે દેવાદિદ્રવ્ય જાણવું.
वृत्ति: ओहारणेत्ति । अवधारणबुद्ध्या भक्त्यादिविशिष्टनियमबुद्धया देवादिभ्यो यद्धनधान्यादिकं वस्तु यदा यत्कालावच्छेदेन प्रकल्पितं उचितत्वेन देवाद्यर्थं इवेदं अर्हदादिपरसाक्षिकं व्यापार्यं न तु मदाद्यर्थे इति प्रकृष्टधीविषयीकृतं निष्ठाकृतमिति यावत् तदा तदिह अत्र प्रकरणे तद्द्रव्यं तेषां देवानां द्रव्यं देवादिद्रव्यं ज्ञेयं बुधैरिति शेषः ।
અર્થ : ધન-ધાન્યાદિ જે વસ્તુ જ્યારે ‘યોગ્યપણે, શ્રી અરિહંત આદિ પરની સાક્ષીએ આ વસ્તુ દેવાદિ માટે જ વાપરવી, મારા કે અન્યના માટે નહીં' આવી પ્રકૃષ્ટ બુદ્ધિનાં (ભક્તિ વગેરેથી વિશિષ્ટ નિશ્ચય દ્વારા) વિષયરૂપ બનાવવામાં આવી હોય, તે ચીજ ત્યારે પ્રાજ્ઞપુરુષોએ દેવાદિદ્રવ્ય સ્વરૂપ જાણવી જોઈએ.
→ અહીં ઉલ્લેખનીય છે, તેવા પ્રકારની અવધારણબુદ્ધિથી શ્રાવકોની જે ધનરાશિ વગેરે દેવદ્રવ્ય બને છે, તે વાસ્તવમાં તો શ્રાવકોનું સ્વદ્રવ્ય જ છે. તેથી તેવા દેવદ્રવ્યથી મહોત્સવાદિ થાય તે દેવદ્રવ્યથી થયા એમ કહેવાય છે. પરંતુ વાસ્તવમાં એ શ્રાવકોનું સ્વદ્રવ્ય જ હોય છે. એટલે ભગવાનની ભક્તિ માટે દૃઢ સંકલ્પપૂર્વક નિશ્ચિત કરેલ ધન (શ્રાવકનું પોતાનું હોવા છતાં) તે દેવદ્રવ્ય બને છે અને એવા દેવદ્રવ્યથી (વાસ્તવમાં સ્વદ્રવ્યથી)