Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૫ : ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય
અર્થ : દેવદ્રવ્ય હોય તો દરરોજ ચૈત્યસમારચન-પૂજા-સત્કારનો સંભવ છે.
૧૬૯
(F) દ્રવ્યસપ્તતિકા :
'सति देवादिद्रव्ये प्रत्यहं चैत्यादिसमारचन - महापूजा सत्कारસન્માનાવર્ણમાવિતમ્મવાત્ ।' (પૃ. ૨૫)
અર્થ : દેવદ્રવ્ય વગેરે હોય તો રોજે રોજ ચૈત્યસમારચન-મહાપૂજાસત્કા૨-સન્માનાદિને અવખંભ (= ટેકો - પુષ્ટિ) મળવા સંભવતિ બને.
સ્પષ્ટીકરણ :- પૂર્વોક્ત છ ગ્રંથોના પાઠોમાં જણાવેલ ચૈત્યદ્રવ્યમાં = દેવદ્રવ્યમાં ભગવાનની ભક્તિ માટે આવેલા સંકલ્પિત દેવદ્રવ્યનો સમાવેશ થાય છે અને તેથી તે પાઠોમાં જણાવેલા કૃત્યો તાદશ દેવદ્રવ્યમાંથી થઈ શકે, એ અમને માન્ય છે. માત્ર શુદ્ધદેવદ્રવ્યમાંથી એ સ્નાત્રાદિ કાર્યો ન થઈ શકે એવી સંઘમાં શાસ્ત્રાનુસારી પરંપરા ચાલી આવે છે, તેથી એ શુદ્ધદેવદ્રવ્યમાંથી જિનપૂજાદિ કૃત્યો કરવાનું અમને માન્ય નથી.
ટિપ્પણી : અહીં કેટલાક પ્રશ્નો :
→ “દેવદ્રવ્યથી જિનપૂજા-સ્નાત્ર-મહાપૂજાદિ કૃત્યો કરી શકાય' આવી માન્યતા ધરાવતા પક્ષને અમારી વિનંતી છે કે, નીચેના પ્રશ્નોનો તમે શાસ્ત્ર અને પરંપરા આધારે જવાબ આપો.
(૧) ઉપરોક્ત શાસ્ત્રપાઠોના આધારે તમે કયા પ્રકારના દેવદ્રવ્યથી જિનપૂજા-સ્નાત્ર-મહાપૂજાદિ કાર્યો કરવાનું કહો છો ? શું દેવદ્રવ્ય સામાન્યથી એ કૃત્યો કરવાનું કહો છો ? કે નહીં ?
(૨) જો દેવદ્રવ્ય સામાન્યથી મહાપૂજાદિ કૃત્યો કરવાના કહો છો, તો તેમાં કયા કયા પ્રકારના દેવદ્રવ્યનો સમાવેશ કરો છો ?
(૩) તે દેવદ્રવ્ય સામાન્યમાં પ્રભુ સમક્ષ મૂકાયેલા ભંડારમાં ભક્તોએ પ્રભુભક્તિ સ્વરૂપે મૂકેલા પૈસા આદિને ગણો છો કે નહીં ?