Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૪: શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૪૭ સમીક્ષા ઃ (૧) સૌથી પ્રથમ ખુલાસો કરી લઈએ કે, “વિચાર સમીક્ષા” પુસ્તકના લેખક પૂ.મુનિ શ્રીરામવિજયજી મ.સા. હતા. પરંતુ તેના પૃ. ૯૭ ઉપર લખાયેલી ઉપરોક્ત વાત તેમની પોતાની નહોતી. પરંતુ વિ.સં. ૧૯૭૬ના શ્રમણ સંમેલનના આઠ ઠરાવો પૈકીનો એ બીજો ઠરાવ છે. એથી એ માન્યતા પરિશિષ્ટ-૧માં આપેલા ઠરાવ નીચે સહી કરનારા પૂ. આચાર્ય ભગવંતોની છે. જો કે, પૂ.મુનિરાજશ્રીને એ માન્યતા માન્ય જ હતી અને જીવનભર એ માન્ય જ રહી છે.
(૨) જેઓશ્રીની દેવદ્રવ્યના વિષયમાં જીવનભર એક જ માન્યતા રહી છે કે, “શ્રાવકે જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ પરંતુ દેવદ્રવ્યથી નહીં.” અને તેઓશ્રીની શાસ્ત્રાનુસારી માન્યતા અવારનવાર પ્રવચનોમાં પ્રગટ થતી પણ હતી. “ચાર ગતિના કારણો” પુસ્તકનું અવલોકન કરવાથી એ વાત જાણવા મળશે. તેના અમુક અંશો નીચે મુજબ છે –
કેટલાકો કહે છે કે - “પછી અહીં પૂજા વગેરેની વ્યવસ્થા શી રીતે કરવી ! શું એવા સારા શ્રાવકો ખૂટી ગયા છે કે - દેવદ્રવ્યમાંથી જ વ્યવસ્થા કરવી પડે ? અથવા સાધારણની રકમો કોઈ મંદિરના ઉપયોગ માટે મૂકી ગયું હોય, તોય શું એના વિના નહિં જ ચાલે ? શ્રાવકો જો નક્કી કરે કે - “અમારે શ્રીજિનની ભક્તિ કરવી છે? તો આમાં કાંઈ ચિંતા કરવા જેવું છે નહિ. અવસર જોગ વર્તતાં આવડવું જોઈએ.” (ચારગતિના કારણો-પહેલો ભાગ, પ્ર.આ.પૃ. ૨૨૯).
– પૂજ્યશ્રીના ઉપરના શબ્દોમાંથી સ્પષ્ટ તાત્પર્ય નીકળે છે કે –
૧. સારા શ્રાવકો ખૂટી ગયા હોય તો જ વિ.સં ૧૯૯૦ના ઠરાવ મુજબ દેવદ્રવ્યમાંથી પૂજાની વ્યવસ્થા કરાવવી પડે. (ભગવાન અપૂજ રહેતા હોય ત્યાં)
૨. સાધારણ રકમનો પણ ન ચાલે ત્યાં જ ઉપયોગ કરવાનો હોય. (સંવેગરંગશાળાના વચન અનુસાર)