Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૩૫ શાસ્ત્રપાઠમાં વિધિ બતાવી જ છે. તેને જ અનુસરવામાં ઔચિત્ય છે. કુતર્ક કરીને શાસ્ત્રીય વ્યવસ્થાને દૂષિત કરવાની જરૂર નથી.
પ્રશ્નઃ તપચિંતવણીના કાઉસ્સગ્નમાં જેમ શક્તિ હોય પણ ભાવના ન હોય તો તપમાં નીચે ઉતરવાની રજા મળે છે, તેવી રીતે સ્વદ્રવ્યથી પૂજા કરવાની શક્તિ હોય, પણ ભાવના ન હોય, તો પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પૂજા કેમ ન કરાવવી? ક્રિયા કરતાં કરતાં જ ભાવ આવશે ને? કહેવાય છે કે આચાર, વિચારને પોષે છે.
ઉત્તર : જેમ તપચિંતવણીના કાયોત્સર્ગમાં શક્તિ હોવા છતાં ભાવનાના અભાવમાં નીચે ઉતરી ઉતરીને નવકારશી સુધી ઉતરાય છે. પરંતુ જિનાજ્ઞાવિરુદ્ધ નવકારશીથી તો નીચે ઉતરી શકાતું નથી, તેમ જિનપૂજામાં પણ શક્તિ હોય છતાં ભાવના ન હોય, તો જેટલી ભાવના હોય તેટલું જ પોતાનું દ્રવ્ય વાપરીને પૂજા કરવાનું વિધાન છે. પરંતુ શાસ્ત્રજ્ઞા વિરુદ્ધ દેવદ્રવ્યથી પૂજા કરવામાં તો નુકશાન જ થાય છે.
તદુપરાંત, ભાવનાની વૃદ્ધિ માટે પણ શાસ્ત્રોક્ત માર્ગોનું જ અનુસરણ કરવું હિતકર છે. શાસ્ત્રવિરુદ્ધ માર્ગોથી ક્યારેય ભાવનાની વૃદ્ધિ-પુષ્ટિ ન થાય. જો ગમે તે માર્ગથી ભાવનાની વૃદ્ધિ-પુષ્ટિ થતી હોય તો શાસ્ત્રોમાં ચોક્કસ પ્રકારના નિયમનો – આચાર સંહિતાઓ - સિદ્ધાંતો શા માટે જણાવ્યા ? સન્માર્ગ-ઉન્માર્ગની ભેદરેખા શા માટે પાડવામાં આવી ? - આ વિચારશો એટલે ભાવનાવૃદ્ધિનો માર્ગ યથાર્થ રીતે સમજાઈ જશે.
પ્રશ્ન : દેવદ્રવ્યમાંથી સોના-ચાંદીના હાર બને, તો તેમાંથી ફુલનો હાર કેમ ન બને?
ઉત્તર : સોના-ચાંદીના હાર વગેરે અલંકારો પ્રભુની અંગરચના માટે છે અને તે પ્રભુની માલિકીના જ રહે છે તથા દીર્ઘકાળ સુધી રહે છે અને એમાં ફક્ત નાણાં આદિનું સુવર્ણના અલંકારરૂપે રૂપાંતર થયું છે.