Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૧૦૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા બન્નેએ પોતાનો એવા પ્રકારનો વિચાર કર્યો કે “આપણે પૂર્વે કાંઈ સારું કરેલું નહિ, એટલે આ ભવમાં આપણી આવી સ્થિતિ છે અને આ ભવમાં પણ આપણે કાંઈ સારું કરી શકતા નથી, એટલે આપણો આવતો ભવ પણ નકામો જ નીવડવાનો છે!'
પોતાના બન્ને નોકરો અંદર અંદર આ વાત કરતા હતા, તે ભાગ્યવશાત્ શેઠના કાને પડી ગઈ. પોતાના નોકરીની આ વાત સાંભળીને શેઠને થયું કે “જીવો લાયક છે. આવા જીવોને જો યોગ્ય સામગ્રીનો યોગ કરી આપ્યો હોય, તો જરૂર આ જીવો ધર્મને પામી જાય !”
શેઠે આ વાત ધ્યાનમાં રાખી લીધી અને જ્યારે ચોમાસીનો દિવસ આવ્યો, એટલે જિનમંદિરે પૂજા કરવા જતાં શેઠે પોતાના એ બન્ને નોકરોને સાથે લીધા. નોકરોને જિનમંદિરે લઈ જવા હતા, એટલે એમને પણ શેઠે ઠીક ઠીક વસ્ત્રાદિ પહેરાવ્યાં અને પછી કહ્યું કે “ભગવાન જિનેશ્વરદેવની પૂજા કરવા માટે તમે આ પુષ્પો ગ્રહણ કરો!” એ વખતે પેલા બન્ને જણા કહે છે કે “એ તો જેનાં પુષ્પો હોય, તેને ફળ મળે. અમારે તો મજૂરી માત્ર થઈ કહેવાય.’ આમ કહીને એમણે પોતાના વતીની પૂજા માટે શેઠનાં પુષ્પોને ગ્રહણ કરવાની ના પાડી દીધી !
નોકરો શું ભણેલા છે ! શા સંસ્કાર છે? કેટલી સમજણ છે? કાંઈ નહિ! પણ આતો સામાન્ય અક્કલનો સવાલ છે ને! “શેઠનાં ફૂલ અમે ભગવાનને ચડાવીએ, તેમાં અમને શું ફળ મળે? એટલું એ અજ્ઞાન અને અસંસ્કારી નોકરોને પણ સમજાયું અને શ્રાવકના કુળમાં ઉત્પન્ન થયેલા, ગુરુઓના પરિચયમાં આવેલા, વ્યવહારમાં કુશળ બનેલા તમને આવો વિચાર ન આવે, તો સમજવું શું? તમને એમ ન સૂઝે કે “પૂજા કરવી છે મારે, પૂજાનું ફળ મેળવવું છે મારે અને કોઈની વાટકી, કોઈનું કેસર અને કોઈનાં ફૂલ લઈને જો હું પૂજા કરું, તો એમાં મારું વળે શું?”
શેઠે પોતાના એ બન્નેય નોકરોને ભગવાનની પુષ્પપૂજા કરવા માટે બહુ સમજાવ્યા, પણ તે એકના બે થયા નહિ! એમણે એક જ વાત કહી કે અમે કરીએ તો અમારાં પુષ્પોથી જ પૂજા કરીએ, બાકી નહિ!” નોકરોના આવા વલણથી, શેઠ ગુસ્સે થતા નથી, કારણ કે, શેઠ સમજુ છે. પછી શેઠ એ બન્ને નોકરોને ગુરુ મહારાજની પાસે લઈ જાય છે અને ગુરુ મહારાજને વાત કરે છે. તેઓશ્રીને પણ લાગે છે કે જીવો લાયક છે. ગુરુ મહારાજ એ બન્નેને કહે છે કે “પુષ્પથી પણ ભગવાની પૂજા જો ભાવપૂર્વક કરી હોય, તો તે ઘણા મોટા ફળને દેનારી થાય છે, તમારી પાસે થોડું પણ દ્રવ્ય છે કે નહિ?”
ગુરુ મહારાજે આ પ્રમાણે પૂછ્યું, પણ શેઠનાં પુષ્પોથી પૂજા કરવાનો ઉપદેશ