Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૪: શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૧૯ -- અહીં યાદ રાખવું કે, નિશ્ચયનય કયારેય વ્યવહારનયનો અપલાપ કરતો નથી અને તે અપલાપ કરે, તો દુર્નય બની જાય છે. નિશ્ચયનય માત્ર વ્યવહારનયની વાતને ગૌણ કરીને પોતાની વાતને પ્રધાનતા આપે છે. એટલું જ નહીં પોતાની વાતને પ્રધાનતા આપતી વખતે પણ વ્યવહારની વાતને ગૌણપણે સ્વીકારે જ છે. આથી શાસ્ત્રીય પરિભાષાઓનો ઉપયોગ કરીને લોકોને ઉલ્લુ બનાવવાની જરૂર નથી.
> પૂર્વનિર્દિષ્ટ (D) વિભાગમાં જે તે પુસ્તકના) પરિશિષ્ટ-૨ ને જોવાની ભલામણ કરી છે. તે આપણે જોવાનું જ છે અને ત્યાં રમાયેલી રમતો અને ખેલાયેલા કુતર્કોને ખુલ્લા પાડવાના જ છે. તેનાથી લેખકશ્રી અને પરિશિષ્ટ-કારશ્રીની દાનત જરૂર ખુલ્લી પડી જવાની છે.
- છેલ્લે એટલું જ પૂછવાનું છે કે, પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પૂજા થઈ શકતી હોત તો માળી પાસેથી પુષ્પાદિ લેતી વખતે વણિક કળાનો ઉપયોગ કરવાની ના પાડી છે તેનું શું? જો છૂટથી જ દેવદ્રવ્યથી પુષ્પો લઈ શકાતા હોય તો પછી આવી સલાહ શાસ્ત્રકારોએ શા માટે આપી? ૦ અવસર પ્રાપ્ત કેટલાક પ્રશ્નો વિચારી લઈએ:
પ્રશ્ન-૧ : જ્ઞાનખાતાના પુસ્તકને વાંચવું હોય તો શ્રાવકે નકરો આપવો પડે તો દેવદ્રવ્યથી બનાવેલ જિનાલયમાં શ્રાવક બેસે તો ઘસારો / નકરો ન આપવો પડે?
ઉત્તર-૧ : પૂર્વે જણાવ્યા મુજબ જ્ઞાનભંડાર એ જ્ઞાનપ્રાપ્તિનું આલંબન છે. તેથી તે જ્ઞાનદ્રવ્યથી બનાવી શકાય છે. તેમ જિનાલય પણ ભક્તિનું આલંબન હોવાથી તે દેવદ્રવ્યમાંથી બનાવી શકાય છે. તદુપરાંત, શ્રાવક જ્ઞાનભંડારમાં જ્ઞાનપ્રાપ્તિ અર્થે પુસ્તક લેવા જાય અને જિનાલયમાં પ્રભુભક્તિ અર્થે જાય, ત્યારે જ્ઞાનભંડાર કે જિનાલયનો એ ભોગવટો કરે છે, એમ ન કહેવાય. તેથી તેમાં જવાનો-બેસવાનો નકરો આપવાનો રહેતો નથી. તેમ છતાં જેમ જિનાલયની માલિકીના (દેવદ્રવ્યના) ત્રિગડા વગેરેનો ઉપયોગ શ્રાવક કરે તો એનો નકરો ભરે