Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સિદ્ધ થતી નથી. તેથી ગણિશ્રીની ધા.વ.વિ.ના પરિશિષ્ટ પૃ. ૧૩૦ ઉપર લખાયેલી નીચેની વાત તદન અસત્ય છે.
આ વિષયમાં ધા.વ.વિ.ના પરિશિષ્ટકારશ્રી લખે છે કે,
જો દેવદ્રવ્ય બનેલ ચીજથી પૂજા કરવામાં દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગતો હોત તો, લોકમાં ઉક્ત રીતે જાહેરાત કરવા છતાં પણ, એ ચીજનું દેવદ્રવ્યપણું દૂર થતું ન હોવાથી, દેવદ્રવ્યભક્ષણનો દોષ ઉભો ન રહેતા અને તો પછી તેવી જાહેરાત કરીને એ ચીજ ભગવાનને ચડાવવાની શાસ્ત્રકાર અનુજ્ઞા ન આપત.”
- પૂર્વોક્ત વિચારણાથી પરિશિષ્ટકારની આ વાત સત્યથી તદ્દન વેગળી છે. કુતર્કનો વિલાસમાત્ર છે.
(૩) તદુપરાંત, ધા.વ.વિ.ના પરિશિષ્ટકાર પૃ. ૧૩૧ ઉપર સત્યથી તદ્દન વેગળી નીચેની વાત કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનું મહાપાપ કર્યું છે. તે લખાણ આ મુજબ છે –
(A) “આમ, “શ્રાવકે સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ એવી પોતાની માન્યતાને શાસ્ત્રાનુસારી સિદ્ધ કરવા માટે “દ્રવ્યસપ્તતિકા' તેમજ “શ્રાદ્ધવિધિનો જે શાસ્ત્રપાઠ આપવામાં આવે છે તે પાઠ જ તેઓની આ માન્યતાને સિદ્ધ કરી શકતો નથી એ સ્પષ્ટ થયું. તેથી દેવદ્રવ્યથી જિનપૂજા થઈ ન શકે એ વાત ઊભી રહી શકતી નથી. (B) સામે પક્ષે, ઉપરોક્ત અનેક શાસ્ત્રપાઠો દેવદ્રવ્યની વૃદ્ધિને પ્રભુપૂજા વગેરે માટે સ્પષ્ટ રીતે જણાવે છે. (C) એટલે જ વિ.સં. ૧૯૭૬માં ખંભાતમાં પૂ.આ.શ્રી. કમલસૂરિ મ.પૂ. શ્રીદાનસૂરિ મ., પૂ. સાગરજી મ. આદિએ નીચે મુજબ ઠરાવ કરેલો
| (M) “જિનપ્રતિમાની નિયમિત પૂજા થવા માટે, પૂજાનાં ઉપકરણો સમારવા માટે, તેમજ નવાં કરવા માટે તથા ચૈત્યો સમારવા માટે દેવદ્રવ્યની વૃદ્ધિ અને તેનું સંરક્ષણ કરવું. દેવદ્રવ્યનું સંરક્ષણ અને તેની વૃદ્ધિ દેવાધિદેવ પરમાત્માની ભક્તિ નિમિત્તે જ કરવામાં આવે છે. (D) આ ઠરાવ પર પૂ.આ.શ્રી. રામચંદ્રસૂરિજી મહારાજે પણ સહી કરેલી છે એ ખ્યાલમાં રાખવા જેવું છે. (ધા.વ.વિ. પૃ. ૧૩૧)