Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૯૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા જૈનોની વસ્તી છે ત્યાં તો જૈનો સ્વદ્રવ્યથી પ્રભુપૂજાનો લાભ લેશે. એનાથી પૂર્વોક્ત શાસ્ત્રાજ્ઞાનું સહજ રીતે પાલન થવાનું જ છે. પરંતુ જે સ્થળે સામગ્રીના અભાવના કારણે ભગવાન અપૂજ રહેવાની સંભાવના રહેતી હોય, ત્યાં પહેલા નંબરે અન્ય સ્થળના શક્તિસંપન્ન શ્રાવકો એની વ્યવસ્થા કરે તો શ્રેષ્ઠ માર્ગ તે જ છે. પરંતુ એ શક્ય ન બને, ત્યારે પૂર્વનિર્દિષ્ટ શાસ્ત્રાજ્ઞાનું પાલન કરવા દેવદ્રવ્યમાંથી પણ પ્રભુપૂજા કરીને પ્રભુને અપૂજ ન રહેવા દેવા, એમ ત્યાં જણાવે છે.
– આથી ઠરાવ-૪ના વિધાનનું રહસ્ય એ છે કે, “શ્રાવકોએ પ્રભુપૂજા તો સ્વદ્રવ્યથી જ કરવાની છે. તથા ત્યાં જે દેવદ્રવ્યથી પૂજા કરવાનું જણાવ્યું, એ શ્રાવકના સ્વકર્તવ્યરૂપે થતી પૂજા માટે નથી જણાવ્યું, પરંતુ જિનમૂર્તિ અપૂજન રહે, એ શાસ્ત્રાણાના પાલન માટે અને એટલે જિનમંદિર કર્તવ્યરૂપે એ જણાવેલ છે અને એ પણ તથાવિધ સામગ્રીના અભાવમાં જ. તેથી તેવા સ્થળે તથાવિધ સામગ્રીના અભાવમાં દેવદ્રવ્યથી જિનપૂજા થાય એ અપવાદિક આચરણા છે.” એટલે “મંદિરકર્તવ્ય રૂપે જિનમૂર્તિ અપૂજ રહે તેવા સંયોગોના નિર્માણમાં દેવદ્રવ્યથી પણ પૂજા આદિ અપવાદરૂપે કરી શકાય છે. - આવું ૧૯૯૦નો ઠરાવ-૪ કહેવા માંગે છે.
- અહીં ઉલ્લેખનીય છે કે, સં. ૧૯૯૦ના ઠરાવ-૪માં પ્રભુપૂજાનું વિધાન કરતાં ક્યાંયે પરદ્રવ્યથી શ્રાવકને પૂજા કરવાનું જણાવ્યું નથી. કારણ કે, એ ઠરાવ કરનારા મહાપુરુષો શ્રાવકને ગરીબડા બનાવવા માંગતા નહોતા અને પોતાનું કર્તવ્ય પોતાની શક્તિ અનુસારે જ કરવાની ખુમારીવાળા રાખવાનું એ મહાપુરુષોનું ધ્યેય હતું. હા, કોઈ શ્રાવક સાધર્મિક ભક્તિરૂપે કંઈ અર્પણ કરે અને કોઈ શ્રાવક એ સ્વીકારે એમાં કોઈ દોષ નથી. એ તો સાધર્મિક ભક્તિનો પ્રકાર છે. બીજાને સાધર્મિક ભક્તિમાં સહાયક બનવું એ શ્રાવકનું કર્તવ્ય જ છે.
- બીજી એક વાત અહીં નોંધવી જરૂરી છે કે, વિ.સં. ૧૯૯૦ના શ્રમણ સંમેલને જે અપવાદિક માર્ગ બતાવ્યો, તેને ક્યારેય રાજમાર્ગ