Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૯૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા દ્રવ્યનો પણ ગમે તેમ વ્યય કરવાની ના પાડી છે. તો દેવદ્રવ્યની તો વાત જ શી કરવી? વસ્તુસ્થિતિ આ મુજબ હોય, તો શ્રાવકોને પ્રભુપૂજા દેવદ્રવ્યમાંથી કરવાનું કઈ રીતે કહી શકાય ? સાધારણ દ્રવ્યનું જતન કરવાની એટલી ચિંતા રાખવાનું દર્શાવ્યું હોય, તો દેવદ્રવ્યના જતનની ચિંતા તો કેટલી હોવી જોઈએ?
(૨) આથી “શ્રાદ્ધવિધિ આદિમાં સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું વિધાન કર્યું અને ૧૯૯૦ના શ્રમણ સંમેલને પણ તે રીતે જ વિધાન કરીને અપવાદે ભગવાન અપૂજ ન રહે એ માટે દેવદ્રવ્યથી પ્રભુપૂજા કરવાનું જણાવ્યું.” અહીં પરિસ્થિતિ વિશેષમાં અપવાદે દેવદ્રવ્યથી જિનપૂજા કરવાનું જણાવ્યું છે. તેવી પરિસ્થિતિ વિના સ્વકર્તવ્ય રૂપ જિનપૂજા દેવદ્રવ્યથી કરવામાં આવે તો દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગ્યા વિના રહે નહીં, એ પણ નક્કી જ છે. અહીં ઘણા બધા દોષ લાગે છે.
(i) શાસ્ત્રાજ્ઞા અને શાસ્ત્રાનુસારી પરંપરાની ઉપેક્ષા કરવાનો દોષ. (i) અપવાદના અવસર સિવાય એને સેવવાથી લાગનારો દોષ.
(iii) સ્વદ્રવ્યના બદલે દેવદ્રવ્યથી પૂજાનું કર્તવ્ય પતાવી દેવાથી (અ) દેવદ્રવ્યનો ખોટો વ્યય કરવો અને (બ) સ્વદ્રવ્યને બચાવીને પોતાના ઉપભોગમાં વાપરવું આ બે દોષ. જે દ્રવ્ય પ્રભુભક્તિમાં વપરાવાનું હતું, તે દ્રવ્ય પોતાના ઉપભોગમાં વાપરવા રાખી મૂકવું તે સ્પષ્ટ દોષરૂપ જ છે. તેમાં પૂજાનું હાર્દ મરી જાય છે. ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકના લેખકશ્રી જ “જૈનધર્મના મર્મો” પુસ્તકમાં પૃ. ૧૧૯ ઉપર લખે છે કે,
“જિનપૂજાનું હાર્દ ધનની મૂર્છાનું નિવારણ છે. છતી શક્તિએ સ્વદ્રવ્ય ન વાપરો તો જિનપૂજાનું હાર્દ ન સચવાયું. માટે પોતાનું દ્રવ્ય વાપરો તો જ જિનપૂજા પૂરેપૂરી theory in Practice બને.”
– લેખકશ્રીનું પૂર્વોક્ત વિધાન પૂર્વે જણાવેલા લલિત વિસ્તરા'ના શાસ્ત્રપાઠાનુસાર છે. “શ્રાવક દ્રવ્યની મૂર્છા મારવા વિભવાનુસાર